આત્મા પ્રોજેક્ટ:મહીસાગરના ખેડૂતો સાથે ઓડિયો કોન્ફરન્સ યોજાઇ

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આત્મા પ્રોજેક્ટ, રિલાયન્સ ફાઉ.નું આયોજન

કોરોનાની મહામારી વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા પોષક આહાર ખોરાક તરીકે દુધના મહત્વ માટે આવશ્યક એવી આદર્શ પશુપાલન વિષયને આવરી લઇ આત્મા પ્રોજેક્ટ, પંચમહાલ દ્વારા તાજેતરમાં રીલાયન્સ ફાઉન્ડેશનના સાથ સહકારથી ઓડીયો કોન્ફરન્સ યોજાઇ.

જેમાં તાલુકાઓના 345 ખેડુતમિત્રો મારફતે 1325 પશુપાલન કરતા ખેડુતો જોડે ડૉ.એ.એસ.પટેલ, જનરલ મેનેજર સાબર ડેરી, સાબરકાંઠા પશુપાલન વિભાગ, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા પ્રોજેક્ટ, એ.આઇ.પઠાણ અને ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર એન.એમ.પટેલ મહીસાગર દ્વારા આદર્શ પશુપાલન” વિષય ઉપર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અને હાલ જોવા મળતો ચામડીનો રોગ (લમકીન) ના નિવારણ માટે ર્ડા. એ.એસ.પટેલ એ ઉપચાર સુચવ્યા હતા. હાલ ચોમાસાની ઋતુમાં વધારે પડતા લીલો ઘાસચારો પશુનેન આપતા સુકો ઘાસ મેળવીને પશુને નિરણ તરીકે આપવા માટે સુચન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...