તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:મહીસાગરમાં આંબોળિયાનો વ્યવસાય ખેડૂતોની આજીવિકા

લુણાવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંબોળિયાના વેપારમાં જિલ્લો અગ્રેસર

મહીસાગર જિલ્લો કુદરતી સંપદા અને સૌંદર્યથી ભરપૂર છે ત્યારે તે તેની એક વધુ આગવી ઓળખ કાચી કેરીમાંથી બનાવેલ રસ મધુર આંબોળિયા છે. લુણાવાડા સહિત ખાનપુર, સંતરામપુર, વિરપુર, બાલાસિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સુકવેલા અંબોળિયા ઘણા મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા ગામે ગામે બનાવી તૈયાર કરવામાં આવે છે. દૂર દેશાવર સુધી આ વિસ્તારના આંબોળિયાની ખ્યાતિ પ્રસરેલી છે.

કાચી કેરીને સૂકવીને આંબોળિયા અને સૂકવેલાં આંબોળિયામાંથી આમચૂર પાઉડર બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ દાળ-શાક તેમજ અન્ય વાનગીમાં ખટાશ તરીકે વાપરી વાનગીને રસ મધુર બનાવવા માટે થાય છે. અંબોળિયા વખણાવાનું મુખ્ય કારણ એ પણ છે કે પંથકમાં દેશી સુધાર્યા વગરની જાતોના આંબા વધુ પ્રમાણમાં છે તેમાં ખટાશ વધુ હોય છે તેમાંથી સૂકવી તૈયાર કરાયેલા આંબોળિયાની દેશભરમાં માંગ છે.

આંબોળિયાના વ્યવસાય સાથે જોડાયેલા ગોધર(પ)ના ખેડૂત સાલમભાઇ બારીયા જણાવે છે કે આ વ્યવસાય અમારાં બાપ દાદા વખતથી અમે કરીએ છીએ. ગ્રામ્ય વિસ્તારોમાંથી કાચી કેરીની ખરીદી કરી અમે આંબોળિયા બનાવીએ છીએ આ સિઝન એક માસ ચાલે છે. જેમા સફેદ અને લાલ રંગના આંબોળિયા બને છે. આ સાલ ભાવ પણ સારો મળ્યો છે. આમ આ આંબોળિયાના વ્યવસાય થકી ખેતી સાથે પુરક રોજગારીનું સર્જન અમે કરીએ છીએ.

જિલ્લામાં કાચી કેરીમાંથી આંબોળિયા બનાવવામાં મુખ્યત્વે નાના ખેડૂતો દ્વારા ગામે ગામે આ વ્યવસાય કરાય છે. આંબોળિયા ખેડૂતો ઘરમાં બનાવે છે અને જમીન ઉપર સુકવે છે. તેનો રંગ સફેદ હોય તેમ ભાવ વધારે આવે છે અંદાજીત 1 કિલો આંબોળિયાનો ભાવ રૂપિયા 100થી 170 જેટલો હોય છે.રસમધુર આંબોળિયા એ જિલ્લાનો પરંપરાગત જળવાયેલો મહેનતકશ ખેડૂતોને પૂરક આજીવિકા પૂરો પાડતો વ્યવસાય છે.

અન્ય સમાચારો પણ છે...