તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:મહીસાગરમાં શનિવારે પણ કોરોનાના અધધ... 39 કેસ નોંધાયા, કુલ 2490

લુણાવાડા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શનિવારે 20 દર્દી સહિત કુલ 2221 દર્દીઓ સ્વસ્થ થઇ પરત ફર્યા, 221 દર્દી સારવારમાં

મહીસાગર જિલ્લામાં શનિવારે બાલાસિનોર તાલુકાની 1 સ્ત્રી, 5 પુરૂષ, કડાણા તાલુકાની 8 સ્ત્રી, 10 પુરુષ, ખાનપુર તાલુકાની 1 સ્ત્રી, 4 પુરુષ, લુણાવાડા તાલુકાની 2 સ્ત્રી, 1 પુરુષ, સંતરામપુર તાલુકાની 2 સ્ત્રી, 3 પુરુષ, વિરપુર તાલુકાની 1 સ્ત્રી, 1 પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લામાં કોરોનાના કુલ 2490 કેસ નોંધાયા છે. જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોરની 1 સ્ત્રી, 2 પુરુષ, કડાણાના 3 પુરુષ, લુણાવાડાની 5 સ્ત્રી, 5 પુરુષ, સંતરામપુરની 1 સ્ત્રી, 3 પુરુષ દર્દીઓએ કોરોનાને માત આપતાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2221 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે 9ના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કારણથી 39નાં મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 48 મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલ ફલૂ/ કોરોનાના કુલ 1,48,719 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાના 78ને હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 197 દર્દીઓ સ્ટેબલ અને 20 દર્દીઓ ઓક્સિજન પર અને 4 વેન્ટિલેટર પર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો