તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:શૌચાલયનું હલકી કક્ષાનું કામ બહાર આવતાં નાણાકીય કૌભાંડનો આક્ષેપ

લુણાવાડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડાના કણજાવમા બનાવવામાં આવેલ શૌચાલય બિન ઉપયોગી - Divya Bhaskar
લુણાવાડાના કણજાવમા બનાવવામાં આવેલ શૌચાલય બિન ઉપયોગી
  • પંચાયતના સભ્ય સહિત ગ્રામજનોની DDOને રજૂઆત : કોન્ટ્રાક્ટર એક શૌચાલય પેટે રૂા.3900 ઓછા આ​​​​​​​પે છે

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ઘરે ઘરે શૌચાલય યોજના અંતર્ગત સમગ્ર દેશમાં ભારત સરકાર દ્વારા શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે લુણાવાડા તાલુકાના કણજાવ ગ્રામ પંચાયતમાં ગરીબ પરિવારો સાથે ક્રૂર મજાક ઉડાવવામાં આવી રહી છે. અને માત્ર નામ ખાતર શૌચાલય યોજનાનો લાભ આપવામાં આવ્યો હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ જોતા સષ્ટપણે દેખાઈ રહ્યું છે. કેટલાક શૌચાલયમાં ખાડા બનાવવામાં અાવ્યા નથી. તો કેટલાક શૌચાલયમાં દરવાજાના મિજાગરા છુટા પડી ગયા તો કેટલાકના દરવાજામાં કાટ આવી સડી ગયા છે.

જયારે કેટલાક શૌચાલયને પ્લાસ્ટર નથી કર્યું અને દીવાલો પણ તૂટી પડી છે અને કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી છે, જેમા લુણાવાડા તાલુકા પંચાયતમાં, તલાટી-કમ મંત્રી, સરપંચ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતને કારણે ટકાવારી પ્રમાણે રૂપિયાની વહેચણી થતી હોવાથી તકલાદી અને હલકી ગુણવત્તાવાળા શૌચાલય બનાવ્યા હોવાનો ગ્રામપંચાયતના સભ્ય નરેશ પરમાર અને ગામના અન્ય લોકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હોવાથી તાલુકામાં મોટાપાયે શૌચાલય કૌભાંડ થયું હોવાનું હાલ લાગી રહ્યું છે. જો અા અંગે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નિષપક્ષ અને યોગ્ય તપાસ કરવામાં અાવે તો મોટુ કાૈભાંડ પણ બહાર અાવી શકે તેમ છે.

DDO દ્વારા યોગ્ય તપાસ થાય એ જરૂરી છે
સરકાર એક શૌચાલયના રૂા.12,000 ફાળવે છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા રૂા.3900 અોછા અાપવામાં અાવે છે. જેથી અમારી ગ્રામપંચાયતમાં ખૂબ હલકી ગુણવત્તાના શૌચાલય બનાવવામાં આવ્યા છે. તથા કોણ કેટલી ટકાવારી લે છે જેનું મારી પાસે રેકોર્ડિંગ છે. જેની DDO દ્વારા યોગ્ય તપાસ થાય એ જરૂરી છે. >નરેશ પરમાર, ગ્રામપંચાયત સભ્ય, કણજાવ

અન્ય સમાચારો પણ છે...