તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રાસ:કચ્છની યુવતીને અમદાવાદમા પ્રેમમાં ફસાવી ગોરડાના યુવકે લગ્ન કરી તરછોડી

લુણાવાડા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
કચ્છની યુવતી સાથે લગ્ન કરી યુવક - Divya Bhaskar
કચ્છની યુવતી સાથે લગ્ન કરી યુવક
 • મહિલા હેલ્પ લાઈન 181 અને પોલીસને અરજી કરવામાં આવી

મહીસાગર જિલ્લામાં ફરજ બજાવી રહેલા 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર ભાવિકાબેન અને કોન્સ્ટેબલ દક્ષાબેન તેમજ પાયલોટ જિતેન્દ્રભાઈ ફરજ પર હાજર હતા તે દરમિયાન પીડિત મહિલાનો કોલ 181ની ટીમને મળતા મહીસાગર 181ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે તે મહિલા કચ્છની હતી. જેમની ઉંમર 26 વર્ષ છે તેઓ અમદાવાદ ફાઈનાન્સમાં જોબ કરતા હતા તે દરમ્યાન મહેન્દ્રભાઈ ભલાભાઈ ચોકીયત રહે.સેણાદરીયાના ગોરડા ગામના યુવક સાથે મુલાકાત થતાં તેઓની સાથે વાતચીત થવા લાગી અને બન્ને એકબીજાના રિલેશનમાં બંધાયા હતા. આરોપી છોકરાએ મંદિરમાં લગ્ન કર્યા હતા.

ભોગ બનનાર પરિવારમાં કોઈજ નથી તેમને માતા- પિતા પણ નથી તે પીડિત મહિલા તે છોકરા પર ભરોસો કરીને અમદાવાદમાં તેની સાથે લગ્ન કરીને તેમની સાથે જ રહેવા લાગ્યા ત્યારબાદ તે છોકરાને તેના માતા-પિતાએ ઘરે બોલાવ્યો અને ઘરે આવીને છોકરાએ પીડિત મહિલા સાથે વાત કરવાની બંધ કરતાં તેમજ તેણીના ફોન પણ ન ઉઠાવતા પીડિત મહિલાના જણાવ્યા પ્રમાણે તે છોકરો તેમને રાખવા માંગે છે પણ તે છોકરાના માં બાપ તેમને સ્વીકારવા તૈયાર નથી. પીડિત મહિલા જણાવતા હતા કે તેઓ તે છોકરાને 7 મહીનાથી ઓળખે છે પીડિત મહિલાને 2 મહિનાનો ગર્ભ છે અમે સ્થળ પર જઈને તે છોકરાના માતા - પિતા સાથે વાત કરી તેમજ તેમને સમજાવ્યા અને કાયદાકીય માહિતી આપી પીડિત મહિલાએ તે છોકરા સાથે મંદિરમાં લગ્ન કર્યા છે તેથી તેઓ ત્યાં રહેવા માંગતા હતા પરંતુ છોકરાને તેમના માતા પિતાએ ઘરેથી કાઢી મુકેલ હતો અમે તે છોકરાના પરિવારને સમજાવ્યા પરંતુ તેઓ મહિલાને રાખવાની ના પાડતા મહિલા દુઃખી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો