જાહેરનામુ:મહીસાગરમાં ધરણાં, પ્રતિક ધરણા જેવા કાર્યો કરવા પર પ્રતિબંધ ફરમાવાયો

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આઇ.સુથારે બહાર પાડેલુ જાહેરનામુ

મહીસાગર જિલ્‍લામાં જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી માણસો એકઠાં ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતાં નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે મહીસાગરના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ એ.આઇ.સુથાર જિલ્‍લા સેવા સદન, મહીસાગર તથા જિલ્‍લાના લુણાવાડા, ખાનપુર, બાલાસિનોર, વિરપુર, સંતરામપુર તથા કડાણા તાલુકા સેવા સદન

તેમજ અન્‍ય તમામ સરકારી કચેરીઓની બહાર કે સદર જિલ્‍લા/તાલુકા સેવા સદનના પરિસરથી ૨૦૦ મીટરની ત્રિજયામાં અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે કોઇપણ વ્‍યકિતએ/વ્‍યકિતઓને એકી સાથે કોઇપણ જગ્‍યાએ ચાર કે તેથી વધુ માણસો ભેગા થવા કે કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, પ્રતિક દેખાવો, ભૂખ હડતાળ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા તેમજ સરઘસ/રેલી કાઢવા ઉપર તાત્‍કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા.૨/૧૧/૨૦૨૧ થી તા. ૧૬/૧૧/૨૦૨૧ (બન્ને દિવસો સહિત) સુધી મનાઇ ફરમાવી છે.

આ જાહેરનામું જેઓ ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તેવી વ્‍યકિતઓ, ગૃહરક્ષક દળની વ્‍યકિતઓ કે જેઓને સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલ ખાસ કિસ્‍સા તરીકે પરવાનગી આપવામાં આવી હોય તેઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર વ્‍યકિત શિક્ષાને પાત્ર ઠરશે.

અન્ય સમાચારો પણ છે...