તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહીસાગરમાં 1 પોઝિટિવ કેસ નોંધાતાં કુલ આંક 7490

લુણાવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 5 દર્દીઓ સ્વસ્થ થતાં રજા અપાઇ
  • 32 દર્દીઓ હાલ સારવાર હેઠળ

મહીસાગરમાં ગુરૂવારે લુણાવાડા તાલુકામાં ફક્ત અેક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ અાવતા જિલ્લામાં કોરોનાના કુલ 7490 કેસ નોધાયા છે. જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી લુણાવાડા તાલુકામાં 2 , સંતરામપુર તાલુકામાં 2 અને વિરપુર તાલુકામાં 1 દર્દીએ કોરોનાને માતત આપતાં તેમને રજા આપવામાં અાવતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7385 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 51 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 73 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ 272673 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.

તેમજ જિલ્લાના 207 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 29 દર્દીઓ સ્ટેબલ, 2 દર્દીઓ ઓક્સિજન પર અને 1 દર્દી વેન્ટીલેટર પર છે.

અન્ય સમાચારો પણ છે...