કોરોના અપડેટ:મહીસાગરમાં મંગળવારે કોરોનાના 4 કેસ મળતાં કુલ એક્ટિવ કેસ 36 થયા

લુણાવાડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં 122 દિવસ પછી કોરોનાની એન્ટ્રી થયા પછી સાત દિવસમાં 9 કેસ નોંધાયા છે. જ્યારે મંગળવારે 4 કેસ આવ્યા છે. અમાંથી 3 કેસ લુણાવાડામાં અને 1 કેસ વિરપુર તાલુકાના રતનકુવા ગામનાઓ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં લુણાવાડા નગરના સોનીવાડના કાકાનો છે. જ્યારે બીજો કેસ હરદાસપુર ગામનો છે. જ્યારે ત્રીજો કેસ પણ લુણાવાડા તાલુકાનો હોવાથી લોકોમાં ભય જોવા મળ્યો હતો. જ્યારે અન્ય અેક કેસ વિરપુર તાલુકાના રતનકુવા ગામનો મળી જિલ્લામાં કુલ 36 એક્ટિવ કેસ નોંધાયા હતા.

બીજી લહેર પછી એમીક્રોનના ભય વચ્ચે મંગળવારે એક સાથે 4 કોરોનાના કેસ નોંધાતાં જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. જિલ્લામાં પાછલા 10 દિવસોથી સતત કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7529 કેસો નોંધાયા છે. લોકો માસ્ક પહેરતાં નથી. સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...