તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મહીસાગરમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડા સાથે 20 કોરોના પોઝિટિવ મળતાં કુલ 2510 કેસ

લુણાવાડા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કુલ 2240 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા, 222 દર્દીઓ હાલ સારવાર હેઠળ

મહીસાગર જિલ્લામાં રવિવારે કોરોનાના કેસોમાં આંશિક ઘટાડા સાથે બાલાસિનોર તાલુકાના 1 પુરૂષ, કડાણા તાલુકાની 1 સ્ત્રી, 1 પુરૂષ, લુણાવાડા તાલુકાની 2 સ્ત્રી, 4 પુરૂષ, સંતરામપુર તાલુકાની 3 સ્ત્રી, 2 પુરૂષ, વિરપુર તાલુકાની 2 સ્ત્રી, 4 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કોરોનાના કુલ 2510 કેસ પોઝીટીવ નોધાયા છે.

જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની 1 સ્ત્રી, 1 પુરૂષ, કડાણા તાલુકાના 3 પુરૂષ, લુણાવાડા તાલુકાની 3 સ્ત્રી, 6 પુરૂષ, સંતરામપુર તાલુકાની 2 સ્ત્રી, 3 પુરૂષ દર્દીઓએ કોરોનાને મ્‍હાત આપતાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2240 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જ્યારે જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9 વ્યક્તિનું મૃત્યુ થયા છે.

જયારે અન્ય કારણથી 39 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 48 મૃત્યુ થયાં છે. જિલ્લાના 78 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન તેમજ પોઝીટીવ દર્દીઓ પૈકી 200 સ્ટેબલ અને 18 ઓક્સિજન અને 4 વેન્ટીલેટર પર છે.

મલેકપુરમાં 65 દુકાનો કન્ટેન્મેન્ટ ઝોનમાં
મલેકપુરમાં કોરોનાના કેસોમાં વધારો થતાં બજારની 65થી વધારે દુકાનો કન્ટેનમેન્ટ ઝોનમાં જાહેર કરવામાં આવી છે. ત્યારે આ વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકતા મલેકપુરના બજારમાં શ્રી હરિ વસ્ત્રભંડારથી લઈને મલેકપુર કોલોની સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેને લઇને 4 દિવસ દુકાનો બંધ કરવામાં આવી છે.
વિરપુરમાં રવિવારે 13 પોઝિટિવ કેસ
વિરપુર તાલુકામાં સતત ત્રીજા દિવસે કોરોનાનો વિસ્ફોટક સ્થીતી જોવા મળી છે. ત્યારે તાલુકામાં રવિવારે વધુ 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતુ થયુ છે. તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી 10થી વધારે પોઝિટીવ કેસો મળી રહ્યા છે ત્યારે કોરોનાને અટકાવવા વિરપુરના સ્થાનિક વેપારીઓ દ્વારા રવીવારે દુકાનો બંધ રાખવા નિર્ણય લેવાયો છે તેમ છતાં તાલુકામાં કેસો સતત વધતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો