તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:મહીસાગરમાં ગુરુવારે અધધ 38 કોરોના પોઝિટિવ કેસ, કુલ 2413

લુણાવાડા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ 2193 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા, 172 દર્દીઓ હાલ સારવાર હેઠળ
 • જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9 અને અન્ય કારણથી 39 દર્દીના મોત

મહીસાગર જિલ્લા કલેકટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. તેમ છતાં જિલ્લામાં લોકોને કોરોના ન હોય તેમ બિંદાસ માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા છેે.

જેના પગલે ગુરૂવારે મહીસાગર જિલ્લામાં હાલના વર્તમાન સમયમાં અધધ 38 કેસો નોંધાયા છે. જેમા બાલાસિનોર તાલુકાની 4 સ્ત્રી, 3 પુરૂષ, કડાણા તાલુકાની 3 સ્ત્રી, 4 પુરૂષ, ખાનપુર તાલુકાની 3 સ્ત્રી, 1 પુરૂષ, લુણાવાડા તાલુકાની 2 સ્ત્રી, 7 પુરૂષ, સંતરામપુર તાલુકાના 10 પુરૂષ, વિરપુર તાલુકાની 1 સ્ત્રીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 2413 કેસ પોઝીટીવ નોધાયા છે.

જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી ખાનપુર તાલુકાની 1 સ્ત્રી, 1 પુરૂષ, લુણાવાડા તાલુકાની 3 સ્ત્રી, 4 પુરૂષ દર્દીઓએ કોરોનાને મ્‍હાત આપતાં તેમને રજા આપવામાં આવતા જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 2193 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જ્યારે જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 39 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 48 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ 1,47,351 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 78 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. મહામારી કોરોનાથી પોઝીટીવ આવેલા દર્દીઓ પૈકી 149 દર્દીઓ સ્ટેબલ અને 19 જેટલા દર્દીઓ ઓક્સિજન પર અને 4 જણાં વેન્ટિલેટર પર છે.

પંચમહાલમાં કોરોના સંક્રમણના 27 કેસ નોંધાતાં કુલ આંક 4525
પંચમહાલ જિલ્લામાં ગુરુવારના રોજ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 27 થતાં જિલ્લામાં કુલ કોરોના સંક્રમણના કેસ 4525 જેટલાં થયા હતા. ગુરુવારે શહેરી વિસ્તારમાંથી 18 કેસ મળી આવ્યા હતા. જેમાં ગોધરામાં 10, હાલોલમાં 6 અને કાલોલમાં 2 કેસ નોધાતાં શહેરી વિસ્તારમાંથી કોરોના કુલ 3395 કેસ નોધાયા હતા.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી 9 કોરોના કેસમાંથી ગોધરામાં 2, હાલોલમાં 3, ઘોઘંબામાં 1 અને કાલોલમાં 3 કોરોના કેસ મળીને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કુલ 1130 કેસ થયા હતા. ગુરૂવારે કોરોનામાંથી 25 દર્દીઓ સાજા થતાં તેઓને રજા અપાઇ હતી. જિલ્લામાં કુલ 4143 કોરોના દર્દીઓ સાજા થયા હતા. જિલ્લામાં 230 કોરોના સંક્રમિત થયેલા સક્રીય દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ગુરૂવારે બે કોરોના દર્દીઓ મૃત્યુ પામતાં જિલ્લાના નોનકોવિડનો મૃત્યુ આંક 82 અને કોવિડનો મૃત્યુ આંક 70 થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો