તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મહીસાગરમાં 25 પોઝિટિવ સાથે કુલ 2293, 2123 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા, 123 દર્દીઓ સારવાર હેઠળ

લુણાવાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં શુક્રવારે બાલાસિનોર તાલુકાના 2 પુરૂષ, કડાણા તાલુકાની 2 સ્‍ત્રી અને 2 પુરૂષ, ખાનપુર તાલુકાની 2 સ્‍ત્રી અને 1 પુરૂષ, લુણાવાડા તાલુકાની 3 સ્‍ત્રી અને 10 પુરૂષ તથા સંતરામપુર તાલુકાની 1 સ્‍ત્રી અને 2 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કોરોનાના કુલ 2293 કેસ પોઝીટીવ નોંધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી કડાણા તાલુકાના 3 પુરૂષ, લુણાવાડા તાલુકાની 1 સ્‍ત્રી અને 2 પુરૂષ, સંતરામપુર તાલુકાની 1 સ્‍ત્રી અને 1 પુરૂષ દર્દીએ કોરોનાને મ્‍હાત આપતાં તેમને રજા આપવામાં આવતા કુલ 2123 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 38 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 47 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ 1,44,061 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 78 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 108 દર્દીઓ સ્ટેબલ, 10 દર્દીઓ ઓક્સિજન પર અને 5 દર્દી વેન્ટિલેટર પર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો