તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબુ:મહીસાગર જિલ્લામાં કોરોનાના 26 પોઝિટિવ કેસ નોંધાતાં કુલ આંક 1615

લુણાવાડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 06 દર્દી સ્વસ્થ થતાં રજા આપી : કુલ 1369 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત

મહીસાગર જિલ્લામાં ગુરૂવારે બાલાસિનોર તાલુકાની 2 સ્ત્રી, 4 પુરૂષ, કડાણા તાલુકાના 1 પુરૂષ, ખાનપુર તાલુકાની 2 સ્ત્રી, 1 પુરૂષ, લુણાવાડા તાલુકાની 1 સ્ત્રી, 5 પુરૂષો, સંતરામપુર તાલુકાની 3 સ્ત્રી, 3 પુરૂષો, વિરપુર તાલુકાની 1 સ્ત્રી, 3 પુરૂષોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આમ, જિલ્લામાં કોરોના ના કુલ 1615 કેસ પોઝીટીવ નોધાયા છે. જિલ્લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાના 1 પુરૂષ, લુણાવાડા તાલુકાની 1 સ્ત્રી, 4 પુરૂષોએ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1369 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 8 વ્યક્તિનું મૃત્યુ થયા છે.

જયારે અન્ય કારણથી 35 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 43 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 85985 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 459 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. મહીસાગરમાં કોરોના પોઝીટીવના 19 દર્દી ડીસ્‍ટ્રીકટ હોસ્પિટલ, લુણાવાડા, 158 દર્દી હોમ આઇસોલેશન, 09 દર્દી લુણાવાડા શિતલ નર્સિગ કોલેજ (CCC), 7 દર્દી એસ.ડી.એચ. સંતરામપુર અને 10 દર્દી અન્ય જિલ્લામાં સારવાર હેઠળ છે.કોરોના પોઝીટીવના 189 દર્દીઓ સ્ટેબલ, 13 દર્દીઓ ઓક્સિજન અને 01 દર્દી વેન્ટીલેટર પર છે.

વિરપુર તાલુકામાં 2 દિ’માં કોરોનાના 13 પોઝિટિવ કેસો મળ્યા
વિરપુર તાલુકામાં કોરોનાં બ્લાસ્ટ થયો હોય તેમ છેલ્લા બે દિવસમાં 13 કોરોના પોઝિટિવના કેસ મળી અાવતા તંત્ર અેક્સનમાં અાવ્યુ છે. જ્યારે સ્થાનિક લોકોમાં ભારે ઉચ્ચાટ્ટ ફેલાયો છે. તથા પોઝિટિવ આવેલ દર્દીઓના પરિવારમાં પણ ભયનો માહોલ પ્રસરી ચૂક્યો છે બે દિવસમાં વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી રિપોટર્ પોઝિટિવ આવવા લાગ્યા છે ત્યારે પ્રજામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે તાલુકાના ડેભારી ગામમાં પણ કોરોનાના ભરડામાં આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે એક સાથે પાંચ પોઝિટિવ કેસો નોંધાતા ગામમાં અફડાતફડી મચી ગઇ છે વિરપુર તાલુકામાં બે દિવસમાં રેપીડના 80 અને RTPCR 44 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં તાલુકામાં 13 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં ગુરુવારે વિરપુર 5 અને ડેભારી ગામે 5 પોઝિટિવ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...