તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:મહીસાગર ડીડીઓના અધ્યક્ષસ્થાને બેંક બ્રાન્ચ મેનેજરોની બેઠક યોજાઇ

લુણાવાડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત બેઠકનું આયોજન

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહીસાગર ડીડીઓ કે.ડી.લાખાણીના અધ્યક્ષસ્થાને મીટિંગ બેંક બાન્ચ મેનેજરોની બેઠક યોજી હતી. ડીડીઓએ બેન્ક મેનેજરોને MMUY યોજનાના JLESGના જૂથોને મહત્તમ ધિરાણ કરવા માટે આહવાન કર્યુ અને બેન્ક મેનેજરોને પ્રોત્સાહિત કરી બેન્કીંગ સેવાની સાથેસાથે સોશિયલ સેવા કરવાનો જે મોકો મળેલ છે તેને સાચા અર્થમાં પરિપૂર્ણ કરવા માટે તન મન અને દીલથી કામ કરી પોતાના કામનો સંતોષ પોતે જ મેળવવાનો આનંદ મેળવવાની વાત કરી કામગીરીને વેગ આપવા માટે જણાવવામાં આવ્યું.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવે સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના હેતુઓ, ઉદેશો અને તેના અમલીકરણ માટે રાજ્ય કક્ષાએથી માંડીને ગ્રામ્ય કક્ષા સુધી અમલવારી માટેની જે સિસ્ટમ છે તેની સમજ આપવામાં આવી અને MMUY ઓનલાઈન પોર્ટલ અને બેન્ક મેનેજરોને કરવાની થતી કામગીરી વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી.

આ યોજનામાં નાણાકીય અમલવારી માટે ગુજરાત લાવલીહૂડ પ્રમોશન કંપની લી.ગાંધીનગર દ્વારા સહકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો અને સંસ્થાઓ સાથે પણ જોડાણ (MOU) કરી પરસ્પર સમજૂતી કરાર કરી સમગ્ર ગુજરાતમાં મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે રાજ્યની વિવિધ બેન્કો સાથે MOU કરવામાં આવેલ છે.

લાઈવલીહૂડ મેનેજર હરિશચંન્દ્રસિંહ એસ. હજુરી દ્વારા તમામ બેન્ક મેનેજરોને યોજનાની પૂર્વ ભૂમિકા વિશે જાણકારી આપવામાં આવી હતી. જેમાં મહીસાગર જિલ્લામાં સમાવિષ્ઠ સૌપ્રથમ બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક, પંચમહાલ ડિસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેન્ક ગોધરા અને બેન્ક ઓફ બરોડા સાથે MOU કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...