તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મહીસાગરમાં કોરોનાના વધુ 195 કેસ નોંધાતાં આંક 4995

લુણાવાડા/ગોધરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 79 દર્દીને રજા આપતાં હાલ 1385 દર્દીઓ સારવાર હેઠળ

મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તા.માં 50, કડાણા તા.માં 12, ખાનપુર તા.માં 24, લુણાવાડા તા.માં 45, સંતરામપુર તા.માં 35 અને વિરપુર તા.માં 29 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ અાવતા જિલ્લામાં કુલ 4995 કેસ પોઝિટિવ નોધાયા છે. સારવાર લેતા દર્દીઓ પૈકી બાલાસિનોર તા.માં 17, કડાણા તા.માં 9, ખાનપુર તા.માં 8, લુણાવાડા તા.માં 18, સંતરામપુર તા.માં 20 અને વિરપુર તા.માં 7 દર્દીઓએ કોરોનાને માત આપતાં કુલ 3547 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. કોરોનાથી 20ના મોત થયા જયારે અન્ય કારણથી 43 દર્દીનુ મૃત્યુ થતાં 63 મોત નોંધાવા પામ્યા છે.

પંચમહાલમાં કોરોનાના 94 કેસ સામે 23 દર્દીઅો સાજા થયા
પંચમહાલમાં મંગળવારે કોરોના સંક્રમણના 94 કેસ નોધાતાં જિલ્લામાં કોરોના કુલ 6661 કેસ થયા હતા. જેમા શહેરી વિસ્તારોમાં ગોધરા 3, હાલોલ 5 અને શહેરા 1 કોરોના કેસ નોધાતાં શહેરી વિસ્તારમાં કોરોના કુલ 4398 કેસ થયા હતા. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરામાં 1, હાલોલમાં 6, કાલોલમાં 24, ઘોઘંબામાં 37, જાંબુઘોડામાં 7, મોરવા (હ) 7 તથા શહેરામાં 1 કેસ નોંધાતા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કુલ 2263 કેસ નોધાયા હતા. જિલ્લામાં ગ્રામીણ ક્ક્ષાઅે કોરોનાનું સંક્રમણ બેકાબુ બનતા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.

જિલ્લામાંથી 23 કોરોના દર્દીઅો સાજા થતાં તેઅોને રજા અપાતા જિલ્લામાં કુલ 5644 કોરોના દર્દીઅો સાજા થયા હતા. જિલ્લામાં હાલ કોરોના 748 સક્રીય કેસો છે જેમની હાલ સારવાર ચાલી રહી છે. જ્યારે જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડથી 104 કોરોના દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. જયારે જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેમા શનિવારે 45 વર્ષથી વઘુ ઉમરવાળા 232 વ્યક્તિઅોઅે કોરોનાની રસી મુકાવતા જિલ્લામાં કુલ 251078 વ્યક્તિઅોઅે કોરોનાની વેક્સિન મુકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો