તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:મહીસાગરમાં કોરોનાના વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા

લુણાવાડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 1554 દર્દીઓ સ્વગૃહે પરત ફર્યા

કોરોના વાઈરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં શનિવારે બાલાસિનોર તાલુકાની 1 સ્ત્રી, ખાનપુર તાલુકાના 1 પુરૂષ, લુણાવાડા તાલુકાની 4 સ્ત્રી, 3 પુરૂષ, સંતરામપુર તાલુકાના 1 પુરૂષ, વિરપુર તાલુકાની 2 સ્ત્રી, 1 પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ 1770 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે જિલ્‍લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની 2 સ્ત્રી, 3 પુરૂષ, ખાનપુર તાલુકાની 1 સ્ત્રી, 4 પુરૂષ, લુણાવાડા તાલુકાની 2 સ્ત્રી, 3 પુરૂષ, સંતરામપુર તાલુકાની 1 સ્ત્રી, 2 પુરૂષે કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફરતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1554 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 8 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કારણથી 35 દર્દીનું મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 43 મૃત્યુ નોંધાવા પામ્યા છે. સીઝનફ્લૂ/ કોરોનાના કુલ 92248 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 559 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખ્યા છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 158 દર્દીઓ સ્ટેબલ, 14 દર્દીઓ ઓક્સિજન પર અને 1 દર્દી વેન્ટીલેટર પર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો