તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ તબીબ:કાજળી ગામે ડીગ્રી વિના જ પ્રેક્ટિસ કરી રહેલો બોગસ તબીબ ઝડપાયો

લુણાવાડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે પકડેલો બોગસ તબીબ. - Divya Bhaskar
પોલીસે પકડેલો બોગસ તબીબ.
  • દવાખાનામાંથી 35 હજારનો મેડિકલ દવાઅો કબજે કરી

કડાણા પો.સ્ટેની હદમાં કાજળી ગામે ઘરની અંદર એક ઇસમ દવાખાનું ચલાવી રહેલું છે. તેવી બાતમી SOG પીઆઇ કે.એન.રાઠવાને મળી હતી. બાતમીવાળા સ્થળે રેડ કરતા ઘરની અંદર અંબાલાલ વલજીભાઈ મકવાણા નામનો ઇસમ સ્ટેથોસ્કોપ લગાવી બેસેલ મળી આવેલો હતો. જેની પાસે તેનુ ડિગ્રી તથા મેડીકલ કાઉન્સીલમાં નોધણી કરાવેલ હોય તેવું સર્ટી માંગતા તેણે પોતાની પાસે તેનુ ડી.એ.એચ.એસનુ સર્ટી રજુ કરેલું અને મેડીકલ પ્રેક્ટીસ કરવા માટેનું કોઈ ડિગ્રી કે કે મેડીકલ કાઉન્સીલનુ સર્ટી ન હોવાનું જણાવેલું હતું.

કાજળી ગામના બોગસ તબીબના કબ્જામાંથી અલગ અલગ દવાઓ મળી કુલ રૂપિયા 35085.00નો મદ્દુામાલ કબજે કરી પકડાયેલ અંબાલાલ જીવાભાઈ મકવાણા હાલ.રહે કાજળી તા,કડાણા.મળુ રહે. નાના સોનેલા તા:લુણાવાડા વિરુધ્ધમાં કડાણા પો.સ્ટેમાં ધી ગુજરાત રજીસ્ટર મેડીકલ પ્રેક્ટીસ એક્ટ મજુબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...