તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં ભારે રોષ:છાપોરામાં મુખ્ય કેનાલમાં 30 ફૂટનું ગાબડું

લુણાવાડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડાણા ડાબા કાંઠા કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસતાં ઊભા પાકને વ્યાપક નુકસાન
  • તંત્રે પગલાં ન લેતાં લોકોમાં ભારે રોષ

લુણાવાડા તાલુકાના છાપોરા ગામ પાસેથી પસાર થતી કડાણા ડાબા કાંઠા કેનાલમાં મોટું ગાબડું પડતા આસપાસના ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાતાં ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. છાશવારે કડાણા ડાબા કાંઠા કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોના મોંમા આવલો કોળીયો છીનવાતો હોય તેમ દેખાય છે. ખેડૂતો દ્વારા આ બાબતે તંત્રને જાણ કરી હોવા છતાં આ લખાય છે. ત્યાં સુધી અધિકારીએ સ્થળની મુલાકાત લીધી પણ કામ ચાલુ કર્યું નથી. તેમજ ખેડૂતોએ કરેલી ડાંગરની રોપણી જેવા પાકને પાણી વગર નાશ થશે.

છેલ્લા પાંચ દિવસથી આ ગાબડું પડતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈની કામગીરીન થતા તંત્ર સામે લોકોએ રોષ ઠાલવ્યો છે. આ વર્ષે મેઘરાજાએ હાથતાળી આપતા રિસામણા લીધા હતા. ત્યારે સરકાર દ્વારા એની ગંભીર નોંધ લઇ કડાણા ડેમમાંથી નીકળતી કડાણા ડાબા કાંઠા નહેરમાં ખેડૂતો માટે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે આ કડાણા ડાબા કાંઠા નહેર વિસ્તારમાં કુલ 11 હજાર હેક્ટર જમીન છે.

ત્યારે હાલ મુખ્ય કેનાલમાં ગાબડું પડતાં કેનાલમાં તંત્ર દ્વારા પાણી બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે બીજી તરફ મેઘરાજાએ પણ પધરામણી ના કરતા ખેડૂતો બે તરફના મારમાં પીસાઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોની માગ છે કે જો આ ગાબડાની તાત્કાલિક અસરથી સમારકામ કરવામાં આવે તો અમારી ડાંગરની ખેતી સારી થાય તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...