તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:મહીસાગરમાં 9 કોરોના પોઝિટિવ, કુલ કેસ 1788

લુણાવાડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 1597 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે ફર્યા
  • હાલમાં 148 દર્દીઓ સારવાર હેઠળ છે

કોરોના વાઈરસની સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. પરંતુ કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં સોમવારે બાલાસિનોર તાલુકાની 1 સ્ત્રી, કડાણા તાલુકાની 1 સ્ત્રી, 2 પુરૂષ, ખાનપુર તાલુકાની 1 સ્ત્રી,1 પુરૂષ, લુણાવાડા તાલુકાના 1 પુરૂષ, વિરપુર તાલુકાની 1 સ્ત્રી,1 પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કેસ મળી આવતા કુલ 1788 કેસ પોઝિટિવ નોંધાયા છે.

જ્યારે જિલ્‍લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની 6 સ્ત્રી, 4 પુરૂષ, ખાનપુર તાલુકાના 1 પુરૂષ, લુણાવાડા તાલુકાના 4 પુરૂષ, સંતરામપુર તાલુકાના 1 પુરૂષ, વિરપુર તાલુકાની 1 સ્ત્રી, 1 પુરૂષે કોરોનાને મહાત આપતાં સોમવારે રજા આપવામાં આવતાં જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 1597 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. તથા જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 8 વ્યક્તિના મોત થયા છે. જ્યારે અન્ય કારણથી 35 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 43 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફ્લૂ/ કોરોનાના કુલ 93540 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 559 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 138 સ્ટેબલ, 9 ઓક્સિજન પર અને 1 વેન્ટિલેટર પર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો