તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાઓની આત્મનિર્ભરતા તરફ આગેકૂચ:80 સખી મંડળની બહેનોએ લીંબોળી એકત્રીત કરી 2 લાખની રોજગારી મેળવી

લુણાવાડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિરપુરની સખી મંડળની બહેનોએ લીંબોળી એકત્રીત કરી વેચાણ કરી રોજગારી મેળવી - Divya Bhaskar
વિરપુરની સખી મંડળની બહેનોએ લીંબોળી એકત્રીત કરી વેચાણ કરી રોજગારી મેળવી
  • વિરપુરની મહિલાઓએ આર્થિક ઉન્નતિની કેડી કંડારી અન્ય સખી મંડળોને પ્રેરણા પૂરી પાડી

મહિલાઓના ઉત્થાન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાલક્ષી અનેકવિધ યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓનો લાભ લઇ મહિલાઓ આજે આત્મનિર્ભર બની સમાજમાં ઉન્નત મસ્તકે જીવન વ્યતિત કરી રહી છે. આજના આધુનિક સમયમાં મહિલાઓ અનેક ક્ષેત્રોમાં પોતાનો પરચમ લહેરાવીને મહિલા સશકિતકરણને વધુ મજબૂત બનાવી અન્‍ય મહિલાઓ માટે પ્રેરણારૂપ કામ કરી રહી છે.

મહીસાગર જિલ્લામાં 6500થી વધુ મહિલાઓના સખી મંડળ કાર્યરત છે. જેમાં વિરપુર ખાતે સખી મંડળો તેમજ મિશન મંગલમ દ્વારા રચિત જૂથો પૈકી એક પ્રણામી મિશન મંગલમ જુથ કાર્યરત છે. જેમાં 10 બહેનો આ મંડળમાં જોડાયેલી છે. આ મંડળમાં જોડાયેલી બહેનો નિયમિત રીતે પોતાની માસિક બચત જમા કરાવવાની સાથે તેનો હિસાબ નિયમિત રાખવાની સાથે-સાથે જરૂરી ચોપડાની નિભાવણીની તેમજ મિટિંગો જેવી પ્રવૃતિઓ કરી રહી છે.

આ મંડળની બહેનો દ્વારા એપ્રિલ થી મે માસ દરમ્યાન લીમડાની લીંબોળી એકત્રીતકરણની કામગીરી કરવામાં આવી હતી. જેમા આ મંડળ દ્વારા 3000 કિગ્રા ઉપરાંતની લીંબોળીનું એકત્રીત કરી આ લીંબોળીને સ્થાનિક બજાર તેમજ જી.એન.એફ.સી ડેપો પર ૧ (એક) કિલોગ્રામના રૂા. 7ના ભાવે વેચાણ કરતા તેમાંથી રૂા.22000ની આવક મેળવી પોતાના ઘર પરિવારમાં તેમજ બાળકોના શિક્ષણમાં અભ્‍યાસમાં મદદરૂપ બની છે. આમ આ મહિલાઓએ સમાજમાં તેમજ ગામની તેમજ જિલ્‍લાના અન્‍ય ગામોની મહિલાઓ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડયું છે.

વધુમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જિલ્લા લાઇવલીહુડ મેનેજર હરિશચન્દ્રસિંહ હજુરીએ જણાવ્યું કે મહીસાગર જિલ્લામાં મિશન મંગલમની 80 જેટલી સખી મંડળની બહેનો દ્વારા જુન-2021 સુધીમાં 22 ટન જેટલી લીમડાની લીંબોળીનું એકત્રીતકરણ કરવામાં આવેલ જેને જી.એન.એફ.સી ડેપો અને સ્થાનિક બજારમાં 1 કિલોગ્રામના અંદાજે રૂા. 8થી 10 ભાવે વેચાણ કરતા અંદાજીત રૂા. 2 લાખ ઉપરાંતની રોજગારી મેળવીને મહિલાઓએ આજીવિકામાં વધારો કર્યો છે.

નીમ પ્રોડકટમાં લીંબોળીનો ઉપયોગ કરવામાં આવે છે
મહીસાગર જિલ્લામાં મિશન મંગલમની સખી મંડળની બહેનો દ્રારા લીમડાની એકત્રીત કરવામાં આવેલ લીંબોળીની ડેપો દ્વારા નિર્ધારીત ભાવે ખરીદી કરવામાં આવે છે. જેમાંથી નીમ કોટેડ યુરિયા, લીંબોળી ખોળ, નીમ સાબુ, નીમ જંતુનાશક દવાઓ, નીમ સેનેટાઈઝર, હેન્ડવોશ, શેમ્પુ જેવી પ્રોડકટમાં લીંબોળીનો ઉપયોગ કરવામાં આવે છે. જેના થકી મિશન મંગલમની સખી મંડળની બહેનોને ઘર આંગણે પુરક રોજગારી પણ મળી રહે છે. -આશિષભાઇ, ડેપો મેનેજર, જી.એન.એફ.સી.

અન્ય સમાચારો પણ છે...