તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:મહીસાગર જિલ્લાના ઝાલાસાગ ખાતે 71મો વન મહોત્સવ ઉજવાયો

લુણાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 35 લાખ રોપાના વાવેતરનું આયોજન

ગુજરાત અન્ન અને નાગરીક પુરવઠા નિગમના ચેરમેન અધ્યક્ષસ્થાને ઝાલાસાગ ખાતે મહીસાગર જિલ્લાકક્ષાનો 71મો વન મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો સહિતના અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. વન મહોત્સવમાં ચેરમેન રાજેશભાઇ પાઠકે જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારરની ગાઈડ લાઈન મુજબ આયોજીત મહીસાગર જિલ્લાકક્ષાના 71મા વન મહોત્સવની શુભકામના પાઠવી હતી. સાથે ગુજરાતે સમગ્ર દેશને એક નવી દિશા આપી છે. કર્મચારીઓ કર્મયોગી બની ફરજ બજાવી રહ્યા છે.

કુદરતી ઓકિસજન વધારવાની સ્થિતી માટે વધુને વધુ હરિયાળા વૃક્ષોના વાવેતરથી કુદરતી ઓકિસ‍જનના પ્રાણવાયુ વધારતા જવું પડશે
વન મહોત્સવ નિમિતે લોકો વૃક્ષોનું રોપણ કરી તેનું જતન કરવાની ખાસ જરૂરીયાત છે. પુથ્વી પર જીવસૃષ્ટીનું સર્જન વૃક્ષો થકીજ છે વૃક્ષો આપણને પ્રાણવાયુ આપે છે. વૃક્ષ આપણને આયુર્વેદિક રીતે નવી જીંદગી આપે છે. પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, હાલના સંજોગોમાં કોરોના સંક્રમણમાં કોરોનાગ્રસ્‍ત વ્યકિતનું ઓકિસજન લેવલ ઘટી જાય છે ત્યારે કુદરતી ઓકિસજન વધારવાની સ્થિતી માટે વધુને વધુ હરિયાળા વૃક્ષોના વાવેતરથી કુદરતી ઓકિસ‍જનના પ્રાણવાયુ વધારતા જવું પડશે. મહાનુભાવોએ જિલ્લામાં વન વિભાગ 35 લાખ રોપાના વાવેતરનું આયોજન સાકાર કરી ગ્રીન ગુજરાત-કલીન ગુજરાતની વિભાવનાને સાર્થક કરવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...