તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંચાઈ:કડાણા જળાશયના 43% પાણીના જથ્થામાંથી સિંચાઇ માટે 6000 કયુસેક પાણી છોડાયું

દિવડા કોલોનીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોની માંગને લઇને જળાશય સત્તાધીશોઅે ડાબા અને જમણા કાઠાંની કેનાલમાં પાણી છોડ્યું

ગુજરાતમા ચાલુ વર્ષે નહિવત વરસાદના પગલે સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તેવા સરકારના નિર્ણય બાદ કડાણા જળાશયમાંથી સરેરાશ 6000 ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં હાલ ખુશી જોવા મળી છે. પરંતુ આગામી દિવસોમાં જળાશયમા પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ નકારી શકાય તેમ નથી.

હાલ ડેમ મૃતપ્રાય સપાટી થી માત્ર 15 ફુટ દુર હોય ત્યાર બાદ સિંચાઈ માટે પણ વલખાં મારવા પડે તેવા સંકેતો હાલની પરિસ્થિતિ જોતા ઉદભવી રહ્યા છે. કડાણા ડેમની સપાટી ઉપર નજર કરીએ તો હાલ ડેમની રૂલ લેવલ સપાટી 413.5 ફુટ હોવી જોઈએ ત્યારે આજની સપાટી 391 નોંધાતા 22 ફુટ તેમજ મહત્તમ સપાટી કરતા 28 ફુટ જેટલો નોંધપાત્ર ઘટાડો ચિંતાનો વિષય છે.

ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લીધેલ નિર્ણય હાલ પુરતો ઉભા પાકને નુકસાન થતા અટકાવી શકશે. પરંતુ આગામી દિવસોમાં વરસાદ નહીં વર્ષે તો કડાણા ડેમમાંથી આપવામાં આવતા સંતરામપુર - કડાણા અને પંચમહાલના 156 ગામોને પીવાના પાણી માટે વલખાં મારવાનો વારો આવશે હાલ 43% પાણીનો જથ્થો હોય તેમ છતાં ડેમ સત્તાધીશો દ્વારા 5575 ક્યુસેક પાણી સતત સિંચાઇ માટે છોડવામાં આવી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં ડેમની સપાટીમા થતો ધરખમ ઘટાડો લોકો અને ખેડૂતો માથે ભયંકર જળસંકટની કટોકટી સર્જાશે તેવા એંધાણ દેખાય રહ્યા છે. મહિસાગર જીલ્લાના જીવાદોરી સમાન તેમજ ગુજરાત રાજ્યના 9 જીલ્લાઓ પીવાના પાણીથી લઈને સિંચાઇનું પાણી પૂરું પાડનાર કડાણા ડેમમાં હાલ નહિવત 43% જથ્થા સાથે 391 ફુટ જોવા મળી રહી છે. અને જો આગામી દિવસોમાં વરસાદ ન વર્ષે તો ડેમની સપાટી 375 ફુટ એટલે કે મૃતપાયે પહોંચી જશે તેવી સ્થિતિ સર્જાશે જો આ પ્રમાણે ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં આવશે અને વરસાદ નહિ વરસે તો આગામી ઉનાળા પહેલા ડેમની સપાટીના તળિયા ઝાટક થઈ જસે અને જો આવનાર દિવસોમાં ઉપરવાસમાં વરસાદ નહીં પડે તો આવનારા ઉનાળા પહેલા મહાજળ સંકટ સર્જાય તેવા એંધાણ હાલની સ્થિતિમા સર્જાય રહ્યા છે.

કડાણાડેમની હાલની સપાટી 391 ફુટ છે. જ્યારે મહત્તમ સપાટી 419 ફુટ તેમજ મૃતપ્રાય સપાટી 375 સામે આજની આવક 2350 કયુસેકની સામે 5575 કયુસેક પાણી ;સિંચાઈ માટે છોડવામાં આવી રહ્યું છે. જેમાં મહી સિંચાઈ વિભાગ ખેડા માટે 5000 ડાબાકાઠાં કેનાલ મારફતે 425 અને 30 ક્યુસેક પાણી તળાવો ભરવા છોડવામાં આવી રહ્યું છે.

સાત જિલ્લાને સિચાઇનું પાણી મળી રહ્યું છે
કડાણા જળાશયમાંથી ખેડા- આણંદ જીલ્લાની 2,12,194 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપે છે. તેમજ કડાણા ડાબા કાંઠા નહેર મારફતે કડાણા- લુણાવાડા તા.ની 11,059 હે. જમીન તથા જમણા કાંઠા નહેરમાંથી કડાણા- ખાનપુર તા.ની 3344 હે. જમીનને અને સુજલામ સુફલામ સ્પ્રિંડિંગ કેનાલ મારફતે સાબરકાંઠા,અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ , બનાસકાંઠા તેમજ ખેડાના ખેડૂતોને લાભ આપે છે.

130 ગામોને સિંચાઈ માટે પાણી છોડાશે
આગામી 15 દિવસ સુધી ડેમમાંથી સરેરાસ 3000 ક્યુસેક પાણી મહી સિંચાઈ વિભાગ (ખેડા) ની માંગ પ્રમાણે તેમજ KLBC મારફતે કડાણા-લુણાવાડાના 130 ગામોને સિંચાઈ માટે પાણી છોડશે.>એસ.ટી.ગામીત, કાર્યપાલક ઈજનેર. કડાણા.

અન્ય સમાચારો પણ છે...