તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહીસાગર જિલ્લામાં ગુરુવારે 6 કોરોના કેસ, કુલ આંક 7473

લુણાવાડા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 7329 દર્દી સ્વસ્થ થયા, 71 સારવારમાં

મહીસાગરમાં ગુરૂવારે બાલાસિનોર તાલુકામાં 2, કડાણા તાલુકામાં 1, લુણાવાડા તાલુકામાં 2, વિરપુર તાલુકામાં 1 નો કોરોના રીપોર્ટ પોઝીટીવ અાવતા જિલ્લામાં કોરોનાના કુલ 7473 કેસ પોઝીટીવ નોંધાયા છે. જિલ્લામાં કડાણા તાલુકાના 1, ખાનપુર તાલુકાના 1, લુણાવાડા તાલુકાના 4 અને સંતરામપુર તાલુકાના 4, વિરપુર તાલુકાના 1 દર્દીએ કોરોનાને મ્હાત આપતાં તેમને ગુરૂવારે રજા અપાતા કુલ 7329 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે. અન્ય કારણથી 51 દર્દીનુ મૃત્યુ થતાં કુલ 73 મૃત્યુ નોંધાવા પામ્યા છે. જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ 2,62,217 લોકોનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. કુલ 207 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. પોઝીટીવ દર્દીઓ પૈકી 61 દર્દીઓ સ્ટેબલ, 9 દર્દીઓ ઓક્સિજન પર અને 1 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

અન્ય સમાચારો પણ છે...