કોરોનાવાઈરસ:મહીસાગરમાં 4.12 લાખને 5 દિવસ સુધી ઉકાળો પીવડાવ્યો

લુણાવાડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 11000ને સંશમની વટી ગોળી અપાઇ
  • આર્સેનિક આલ્બની 30 ગોળીનું વિતરણ

મહિસાગર જિલ્લામાં કોરોના 120 કેસ નોધાયા છે. પ્રજાજનોને સુરક્ષિત રાખવાના હેતુસર આરોગ્ય નિરામય રહે સાથે સાથે તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવા આયુર્વેદિક ઉપચારો તેમજ હોમીઓપેથીક દવાઓ વિતરણ કર્યું હતું. મહિસાગરમાં ૪,૧૨,૧૮૦ને સતત પાંચ દિવસ સુધી ઉકાળાનો ડોઝ પીવડાવ્યો છે. જ્યારે ૧૧,૧૪૬ વ્યક્તિઓને સંશમની વટી આયુર્વેદિક ગોળી તેમજ હોમીઓપેથીક દવા આર્સેનિક આલ્બની ૩૦ ગોળી ૨,૨૫,૧૮૧ લોકોને વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં ઉકાળો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામીણજનો માટે ખાસ્સો લોકપ્રિય બની કોરોના વાયરસ સામે સુરક્ષિત બનવા ઉત્સાહ પ્રેરક બન્યો છે. તેમજ ગામમાં જ જાહેર જગ્યા ઉપર આયુર્વેદિક ઉકાળો આયુર્વેદિક વૈધના દિશા નિર્દેશો અનુસાર બનાવી ગામજનોને પીવડાવવામાં આવી રહ્યો છે.  

અન્ય સમાચારો પણ છે...