તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કસોટી:મહીસાગરમાં 4861માંથી 2683 શિક્ષકો હાજર રહ્યા

લુણાવાડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 55.19 ટકા શિક્ષકોઅે કસોટી અાપી

શિક્ષકોની સજ્જતા સર્વે કસોટી જાહેર તો કરાતાં કસોટીને લઈને વિવાદ વકર્યો હતો. અનેક શિક્ષકો આ પરીક્ષા આપવા તૈયાર નથી. શિક્ષકોમાં કચવાટ જોવા મળી રહ્યો હતો. ત્યારે સરકારી અને કોર્પોરેશન સંચાલિત પ્રા. સ્કૂલોની શિક્ષકોની સજ્જતા તપાસી સર્વેક્ષણ કરવા માટે કસોટી ફરજીયાત જાહેર કરી છે. જે અગાઉ 11મી ઓગસ્ટે લેવાનાર હતી. પરંતુ શિક્ષકોના ઉગ્ર વિરોધથી કસોટી મરજીયાત કરી હતી. તારીખ બદલી હવે આજે 24મી કરી છે. પરંતુ શૈક્ષિક સંઘો સહિતના તમામ મંડળોએ આ કસોટીનો વિરોધ કર્યો હતો. જ્યારે સરકાર યેન કેન પ્રકારે શિક્ષકો પરીક્ષા આપે અને સંખ્યા વધે તે માટે મથી રહી હતી.

પરંતુ સરકારને એ પણ ચિંતા હતી કે જો મંગળવારે શિક્ષકો પરીક્ષા નહી આપે તો સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો થશે. સરકારે કેટલીક મીટિંગો પણ કરી હતી. તેમ છતાં કોઈ નિર્ણય ન આવતાં મહીસાગર જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વિરોધ કર્યો હતો. સ્કૂલોના શિક્ષકોમાં પણ સરકાર સામે આ કસોટીને લઈને ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારે લેવાયેલી મહીસાગર જિલ્લામાં 4861 શિક્ષકોમાંથી 2683 હાજર રહ્યા હતા અને 2178 ગેરહાજર રહ્યા હતા. જિલ્લામાં 55.19 ટકા શિક્ષકોઅે કસોટી અાપી હતી.

ગેરહાજર શિક્ષકો

તાલુકોકુલગેરહાજર
લુણાવાડા114380
સંતરામપુર1324786
કડાણા732448
ખાનપુર543295
બાલાસિનોર608293
વીરપુર512336
અન્ય સમાચારો પણ છે...