તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રગતિનો પુલ:લુણાવાડા-અમદાવાદને જોડતો 21.50 કરોડનો બ્રિજ 1 વર્ષમાં પૂર્ણ

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લુણાવાડા તાલુકાના હાંડોદ પાસે મહીસાગર નદી પર હાલ બ્રીજ તો છે પરંતુ વધુ વરસાદ કે પાણી આવતાં તે ડૂબી જાય છે. ચોમાસા દરમ્યાન દર વર્ષે આ બ્રીજ પાણીમાં ગરકાવ થઇ જાય છે. જેને કારણે લુણાવાડાથી અમદાવાદ જતા તમામ વાહનો અટવાઈ જાય છે.

તમામે વધારાનો મોટો રસ્તો કાપીને અમદાવાદ પહોંચવું પડે છે. જેને પગલે ડુબી જતા બ્રીજની બાજુમાં જ રૂપિયા 21.50 કરોડના ખર્ચે નવા બ્રીજનું કામ ડિસેમ્બર 2020માં શરૂ થયુ હતું. જે એક જ વર્ષના ટુંકા ગાળામાં પૂર્ણતાના આરે છે. બ્રિજની લંબાઈ 403 મીટર, પોહળાઈ 12 મીટર, એપ્રોચ 200 મીટર અને ઉંચાઈ 18 મીટર છે. આ બ્રીજમાં 1500 ટન લોખંડ વપરાયું છે. કામ પૂર્ણતાને આરે હોવાથી ડિસેમ્બર 2021 સુધીમાં તેને ખુલ્લો મુકાશે.

  • લંબાઇ 403 મીટર
  • પહોળાઇ 12 મીટર
  • ઊંચાઇ 18 મીટર
  • 1500 ટન લોખંડ વપરાયુ
  • 1500 થી વધુ વાહનો રોજ પસાર થશે

હવે લુણાવાડાથી અમદાવાદ તરફ જનારા રાહદારીઓ અડચણ વિના આ બ્રિજ પરથી સરળ માર્ગે પહોંચી શકશે

અન્ય સમાચારો પણ છે...