કોરોનાનો કહેર:મહીસાગરમાં એક જ દિવસમાં કોરોનાના 18 પોઝિટિવ કેસ

લુણાવાડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 40,000 લોકો અન્ય જિલ્લામાંથી મહીસાગરમાં આવ્યા
  • આંક વધવા પાછળનું અનુમાન

મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેતા પોઝિટિવ કેસોની સંખ્યામાં ભયજનક રીતે વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં એકસાથે ૧૪ પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસનો આંકડો સદીને પાર ૧૧૨ પહોંચતા ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં આજે લુણાવાડા તાલુકામાં ૪ , વિરપુર તાલુકામાં ૨ સંતરામપુર તાલુકામાં ૩,ખાનપુર તાલુકામાં ૩ અને બાલાસિનોર તાલુકામાં ૬ મળી ૧૮ પોઝિટિવ કેસ સાથે કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૧૨એ પહોંચી છે. જિલ્લામાં ચોથા ચરણમાં કોરોના મહામારીનો કહેર ત્રાટક્યો છે. જિલ્લા તંત્ર દ્વારા જે વિસ્તારમાંથી પોઝિટિવ કેસ મળ્યા છે તે વિસ્તારોમાં અવરજવર બંધ કરાવી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે.

વિવિધ વિસ્તારોમાં કેસ નોંધાયા બાદ જિલ્લા કલેકટર દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ધી એપેડેમીક એકટ અનવ્યે જાહેરનામા પ્રસિધ્ધ કરી વિવિધ વિસ્તારને કન્ટેન્મેન્ટ એરિયા અને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આજે એક દર્દીએ કોરોનાને મ્હાત આપતા  અત્યાર સુધીમાં ૪૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. જયારે બે મૃત્યુ નોંધાયા છે અને ૬૪ એક્ટીવ કેસ છે.

બીજી તરફ મહીસાગર જિલ્લામાં નગર વિસ્તાર ઉપરાંત ગ્રામ્યવિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ જોવા મળતાં લોકો ભયથી ફફડી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં લોકડાઉનમાં અન્ય જિલ્લામાં રહેતા મૂળવતનીઓ હજારોની સંખ્યામાં પરત ફરતાં સંક્રમણ વધ્યું હોવાના અહેવાલો મળી રહ્યાછે. ત્યારે તંત્ર દ્વારા જિલ્લા બહારથી આવતા લોકોને કવોરનટાઈન કરવામાં ઢીલીનીતિના પગલે કેસોની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.

મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેતા પોઝિટિવ કેસોની સંખ્યામાં ભયજનક રીતે વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં એકસાથે ૧૪ પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસનો આંકડો સદીને પાર ૧૧૨ પહોંચતા ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં આજે લુણાવાડા તાલુકામાં ૪ , વિરપુર તાલુકામાં ૨ સંતરામપુર તાલુકામાં ૩,ખાનપુર તાલુકામાં ૩ અને બાલાસિનોર તાલુકામાં ૬ મળી ૧૮ પોઝિટિવ કેસ સાથે કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૧૨એ પહોંચી છે. જિલ્લામાં ચોથા ચરણમાં કોરોના મહામારીનો કહેર ત્રાટક્યો છે. જિલ્લા તંત્ર દ્વારા જે વિસ્તારમાંથી પોઝિટિવ કેસ મળ્યા છે તે વિસ્તારોમાં અવરજવર બંધ કરાવી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે.

વિવિધ વિસ્તારોમાં કેસ નોંધાયા બાદ જિલ્લા કલેકટર દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ધી એપેડેમીક એકટ અનવ્યે જાહેરનામા પ્રસિધ્ધ કરી વિવિધ વિસ્તારને કન્ટેન્મેન્ટ એરિયા અને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આજે એક દર્દીએ કોરોનાને મ્હાત આપતા  અત્યાર સુધીમાં ૪૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. જયારે બે મૃત્યુ નોંધાયા છે અને ૬૪ એક્ટીવ કેસ છે. બીજી તરફ મહીસાગર જિલ્લામાં નગર વિસ્તાર ઉપરાંત ગ્રામ્યવિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ જોવા મળતાં લોકો ભયથી ફફડી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં લોકડાઉનમાં અન્ય જિલ્લામાં રહેતા મૂળવતનીઓ હજારોની સંખ્યામાં પરત ફરતાં સંક્રમણ વધ્યું હોવાના અહેવાલો મળી રહ્યાછે. ત્યારે તંત્ર દ્વારા જિલ્લા બહારથી આવતા લોકોને કવોરનટાઈન કરવામાં ઢીલીનીતિના પગલે કેસોની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.

આજે નોંધાયેલા 18 કેસની વિગત

હિરલબેન વાઘેલા ઉ વ ૨૪ બાલાસિનોર
 સવિતાબેન વાઘેલા ઉ વ ૨૧ બાલાસિનોર
 બારીયા લાલાભાઈ ઉ વ ૩૮ કણઝાવ લુણાવાડા
 શેખ મુઝમિલ ભાઈ ઉ વ ૨૬ વીરપુર
 પુવાર જયપાલસિંહ ઉ વ ૩૫ ડુંગરા ભીંત લુણાવાડા
 ભાર્ગવ પંડ્યા ઉ વ ૩૦ સોનીવાડ લુણાવાડા
 ચુનીલાલ સંગડા ઉ વ ૪૫ નર્સિંગપુર સંતરામપુર
 અભેસિંહ ખાંટ ઉ વ ૪૨ ગડિયા સંતરામપુર
 માલીવાડ ભેમાંભાઈ ઉ વ ૪૭ ટાંકના ભેવાડા ખાનપુર
 પાઠક શંકરલાલ ઉ વ ૪૭ લીમડીયા  ખાનપુર
 ડામોર પ્રવીણ ઉ વ ૨૦ ખાતું ડામોરની મુવાડી ખાનપુર
 રામાભાઈ માલીવાડ ઉ વ ૪૫, વિરપુર  
 મોચી સતીશ ઉ વ ૩૫  લુણાવાડા
 ફારુક ટોલ ઉ વ ૬૭ સંતરામપુર
અરુણાબેન પરમાર ઉ વ ૨૧ સીમલીયા
 ઝિંકલબેન પરમાર કંથરજીના મુવાડા
 જાગૃતિ પરમાર ઉ વ  ૨૩  કંથરજીના મુવાડા
 મંજુલાબેન વણકર ઉ વ ૨૩ ઇન્દિરા નગર બાલાસિનોર.

તાલુકાવાર કોરોનાના દર્દીની સંખ્યા

બાલાસિનોર

24 પોઝિટિવ
વીરપુર15 પોઝિટિવ
ખાનપુર15 પોઝિટિવ
સંતરામપુર22 પોઝિટિવ
લુણાવાડા14 પોઝિટિવ
કડાણા22 પોઝિટિવ

બાલાસિનોરમાં છ ગર્ભવતી મહિલાઓને કોરોના પોઝિટિવ આવતા હડકંપ

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં બાલાસિનોર અગ્રેસર રહ્યું છે. અને જાણે બાલાસિનોર કોરોનાની જિલ્લાની રાજધાની બની ગયું હોય તેમ લાગી રહ્યું છે એની બીજી તરફ જિલ્લામાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે બાલાસિનોરમાં એક સાથે છ ગર્ભવતી મહિલાઓને કોરોના પોઝિટિવ આવત હડકંપ મચી જવા પામ્યો છે.

મહિસાગર જિલ્લા બહારથી મોટી સંખ્યામાં લોકો આવ્યા 

મહીસાગરમાં મુંબઈ, સુરત, વડોદરા અમદાવાદ જેવા મોટા શહેરોમાંથી તેમજ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વસતા જિલ્લાના મૂળવતનીઓ હજારોની સંખ્યામાં જિલ્લામાં પરત આવ્યા છે. રોજગારી અર્થે અથવા અન્ય કારણસર અન્ય શહેરોમા વસતા લોકો પરત આવતા તંત્ર દ્વારા ક્વોરન્ટાઇન પણ કરવામાં આવ્યા હતાં.

મહીસાગરના યુવાનોમાં સંક્રમણ વધ્યું

બુધવારે નોંધાયેલા મોટાભાગના પોઝિટિવ કેસમાં યુવાનોની સંખ્યા વધુ હોવાથી ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં 70%થી વધુ  યુવા વર્ગ સંક્રમિત થતા અવર જવર પર કડક પ્રતિબંધો જરૂરી બન્યા છે. જિલ્લા માટે આ ચિંતાજનક વાતાવરણ કહી શકાય. આવશ્યક સેવાઓ અને જરૂરી કામગીરી માટે બહાર નીકળતા યુવાઓ માટે આવન જાવન ભય પેદા કરી રહી છે.

તમામ પાડોશી જીલ્લાઓને પાછળ રાખ્યા

મહીસાગર જિલ્લાએ સરહદી પાડોશી જીલ્લાઓ પંચમહાલ, દાહોદ, ખેડા, અરવલ્લી ને  પાછળ રાખી કોરોના કેસમાં ચિંતા જનક વધારો કર્યો છે સાથે સાથે રાજકોટ જેવા મહાનગર ને પણ પાછલ રાખ્યું છે

અન્ય સમાચારો પણ છે...