તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:લુણાવાડાના રામજી મંદિરના પૂજારી સહિત જિલ્લામાં 18 વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત

લુણાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહીસાગર જિલ્લામાં કોરોનાના કુલ કેસ 449 થયા

મહીસાગર જિલ્લામાં મંગળવારના રોજ લુણાવાડા અર્બનના 8 અને લુણાવાડા તાલુકાના 3 મળી 11, બાલાસિનોરના 5, સંતરામપુર નગરના 1 અને ખાનપુર તાલુકાના 1 મળી 18નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના 449 કેસ પોઝિટિવ નોધાયેલા છે. કોરોનાગ્રસ્તોમાં લુણાવાડાના રામજી મંદિરના પૂજારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં રામજી મંદિર બુધવારે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. 26 દર્દીને સ્વસ્થ થઇ રજા મળતાં અત્યાર સુધીમાં કુલ 316 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જ્યારે એક મૃત્યુ નોંધાતા અત્યાર સુધીમાં કુલ 27 મૃત્યુ નોંધાયા છે. મહીસાગર જિલ્લામાં હાલ 106 દર્દી સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...