રોગચાળો:મહીસાગરમાં મચ્છરજન્ય ડેન્ગ્યૂના 169, મેલેરિયાના 47 અને ઝેરી મેલેરિયાના 8 કેસ

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મચ્છરોના ઉપદ્રવથી જિલ્લાના દવાખાનાઓ વાયરલ તાવના દર્દીઓથી ઉભરાયાં
  • આરોગ્ય વિભાગે મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના શંકાસ્પદ સેમ્પલ લીધા

મહીસાગર જિલ્લામાં વરસાદ નહિવત પડ્યો છે. પણ મચ્છરોએ કહેર વરસાવતાં ડેન્ગ્યૂએ માથુ ઉચકતાં જિલ્લામાં સરકારી ચોપડે પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા 169 ડેન્ગ્યૂના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. એક બાજુ કોરોનાની ત્રીજી સંભવિત લહેરની તૈયારીઓમાં લાગ્યા છે. જિલ્લામાં મચ્છરજન્ય રોગનો વાવળ થતાં આરોગ્ય વિભાગની ટીમો ગામે ગામે સર્વેલન્સ કરાવી રહી છે. દવાનો છંટકાવ અને મકાનોમાં ચોખ્ખા પાણી ભરેલા સાધનો ખાલી કરાવીને ડેન્ગ્યૂના મચ્છરનો નાશ કરવા ફોગિંગ કરાવી રહ્યા છે.

જિલ્લો ડેન્ગ્યૂના ભરડામાં સપડાઇ જતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. જિલ્લામાં ડેન્ગ્યૂની કેસોમાં લુણાવાડામાં 23, સંતરામપુરમાં 17, કડાણામાં 10, ખાનપુર 12, બાલાસિનોર 103 કેસ મળી કુલ જિલ્લામાં 169 કેસો જોવા મળ્યા હતા. જેમાં સાૈથી વઘુ બાલાસિનોરમાં તાલુકામાં 103 કેસ મળી આવ્યા છે. જ્યારે જિલ્લામાં અન્ય શંકાસ્પદ ડેન્ગ્યૂના અનેક દર્દઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છે. મહીસાગરમાં ડેન્ગ્યૂ કેસોનો 169 મેલેરિયા 47 અને ઝેરી મેલેરિયાના 8 કેસ જોવા મળ્યા હતા. જ્યારે સૌથી વધુ જિલ્લામાં વાયરલ ફીવરની લોકોની સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

જિલ્લામાં આરોગ્ય વિભાગે મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના શંકાસ્પદ સેમ્પલ લીધા છે. જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળા ફેલાતાં જિલ્લાના સરકારી અને ખાનગી દવાખાનાઅઓ વાયરલ ફીવરથી ભરાઇ ગયા છે. આશરે જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં વાયરલ ફીવરના 2 હજારથી વધુ દર્દીઓ સારવાર લીધી હતી. ત્યારે જિલ્લામાં 169 જેટલા ડેન્ગ્યૂના કેસ મળી આવતાં પાણીજન્ય પ્રજાતિના મચ્છરનો નાશ કરવા ગંદકી અને ચોખ્ખા પાણીનો ભરાવો કરવો નહિ તેવી સલાહ તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. જિલ્લાને મચ્છરજન્ય રોગ ભરડામાં લઇ લેતાં આરોગ્ય વિભાગની 11 ટીમો કામે લાગી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...