તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહીસાગર જિલ્લામાં 16 પોઝિટિવ કેસ

લુણાવાડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ આંક 1673 : 22 દર્દી સ્વસ્થ થતાં કુલ 1433 દર્દીઓને રજા અપાઇ

મહીસાગર જિલ્લામાં રવીવારે બાલાસિનોર તાલુકાની 04 સ્ત્રી, 04 પુરૂષ, ખાનપુર તાલુકાના 03 પુરૂષ, લુણાવાડા તાલુકાની 02 સ્ત્રી, સંતરામપુર તાલુકાના 03 પુરૂષોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.આમ, જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 1673 કેસ પોઝીટીવ નોધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની 06 સ્ત્રી, 07 પુરૂષ, કડાણા તાલુકાના 01 પુરૂષ, ખાનપુર તાલુકાની 01 સ્ત્રી, 02 પુરૂષ, લુણાવાડા તાલુકાના 01 પુરૂષ, સંતરામપુર તાલુકાના 03 પુરૂષ, વિરપુર તાલુકાની 01 સ્ત્રીએ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે. આમ, જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 1433 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 8 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 35 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 43 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 88,020 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 475 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝીટીવ આવેલા દર્દીઓ પૈકી 185 દર્દીઓ સ્ટેબલ, 10 દર્દીઓ ઓક્સિજન પર અને 02 દર્દી વેન્ટીલેટર પર છે.

અન્ય સમાચારો પણ છે...