તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Lunavada
 • 16 Cases Of Corona Reported In Panchmahal, Corona @ 3734: 33 Corona Patients Discharged From Hospital, Total Number Of 4 Positive Cases Registered In Mahisagar 1925

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પંચમહાલમાં કોરોનાના 16 કેસો નોંધાયા, કોરોના @ 3734 : કોરોનાગ્રસ્ત 33 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, મહીસાગરમાં 4 પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક 1925

લુણાવાડા, ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પંચમહાલ જિલ્લામાં રવિવારે કોવિડ-૧૯ સંક્રમણના નવા 16 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3734 થવા પામી છે. 33 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ 166 રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 10 કેસો મળી આવ્યા છે. જેમાંગોધરામાંથી 8 અને હાલોલમાંથી 2 કેસ નોધાતાં શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2732 કેસ નોંધાયા છે.

તથા ગ્રામ્ય વિસ્તારોમાં મળેલા 6 કેસમાં ગોધરા ગ્રામ્યમાંથી 1,ઘોઘંકા ગ્રામ્યમાંથી 1, કાલોલ ગ્રામ્યમાંથી 3 અને શહેરા ગ્રામ્યમાંથી 1 મળી ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ 1002 કેસો મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા શુક્રવારે કુલ 33 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 34374 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 166 થઈ છે, જેમની હાલ સારવાર ચાલી રહી છે.કોવિડથી 68 દર્દીઅોના મોત અને નોન કોવિડથી 62 દર્દીઓના મોત થયા હતા.

મહીસાગર જિલ્લામાં રવિવારે લુણાવાડા તાલુકાના 3 પુરૂષો, સંતરામપુર તાલુકાના 1 પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરોના કુલ 1925 કેસ પોઝિટિવ નોધાયા છે. જિલ્લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી ખાનપુર તાલુકાની 1 સ્ત્રી, લુણાવાડા તાલુકાના 2 પુરૂષ, સંતરામપુર તાલુકાના 3 પુરૂષ, વિરપુર તાલુકાની 1 સ્ત્રી, 1 પુરૂષે કોરોનાને મહાત આપતાં રજા આપવામાં વતાં સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 1822 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 8 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 36 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 44 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 105114 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 319 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે 17 દર્દી ડીસ્‍ટ્રીકટ હોસ્‍પિટલ, લુણાવાડા, 33 દર્દી હોમ આઇસોલેશન, 02 દર્દી એસ.ડી.એચ. સંતરામપુર અને 7 દર્દી અન્ય જિલ્લા ખાતે સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો