કોરોના મહામારી:મહીસાગરમાં કોરોનાના 12 કેસ

લુણાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી કુલ 39નાં મોત

મહીસાગર જિલ્લામાં શુક્રવારના રોજ 12 કોરોના રીપોર્ટ પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના કુલ 988 કેસ પોઝીટીવ નોધાયા છે. સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી 16 દર્દીઓ કોરોનાને મ્‍હાત આપીને સ્વગૃહે પરત ફર્યા છે. આમ, જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 836 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જ્યારે જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 8 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 31 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 39 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 49336 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 270 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 109 દર્દીઓ સ્ટેબલ અને 3 દર્દીઓ ઓક્સિજન પર અને 1 દર્દી વેન્‍ટીલેટર પર છે.

અન્ય સમાચારો પણ છે...