કોરોના અપડેટ:મહીસાગર જિલ્લામાં 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : કુલ1359, બુધવારે કોરોનાના 03 દર્દી સ્વસ્થ થતાં રજા આપી

લુણાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાનો એક પણ કેસ ન આવ્યો

મહીસાગર જિલ્લામાં બુધવારે બાલાસિનોર તાલુકાની 01 સ્ત્રી, 05 પુરૂષ, લુણાવાડા તાલુકાની 01 સ્ત્રી, ૦૪ પુરૂષોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જિલ્લામાં કોરોના કુલ 1359 કેસ પોઝીટીવ નોધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી ખાનપુર તાલુકાના 01 પુરૂષ, લુણાવાડા તાલુકાના 02 પુરૂષોએ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 1257 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 08 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 34 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 42 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 76539 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 198 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે. મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે 14 દર્દી ડીસ્‍ટ્રીકટ હોસ્‍પિટલ, લુણાવાડા, ૩૬ દર્દી હોમ આઇસોલેશન, 08 દર્દી લુણાવાડા શિતલ નર્સિગ કોલેજ (CCC) અને 02 દર્દી અન્ય જિલ્લા ખાતે સારવાર હેઠળ છે.કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 56 દર્દીઓ સ્ટેબલ, 04 દર્દીઓ ઓક્સિજન પર છે.

દાહોદ શહેરમાં માત્ર 3 કોરોના સંક્રમિત નોંધાયા દાહોદ જિલ્લામાં નવા 3 કોરોના સંક્રમિતો નોંધાયા હતા. નોંધાયેલ ત્રણેય કેસ દાહોદના હોવાનું નોંધાયું હતું. Rtpcr ટેસ્ટના 233 સેમ્પલો પૈકી 2 અને રેપીડના 452 સેમ્પલો પૈકી 1દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 3 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયું છે. આમ હવે 3ને રજા આપ્યા બાદ 3 નવા કેસ આવતા કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા સોમવારની માફક 73 રહેવા પામી છે. મંગળવારથી દીપોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે તંત્ર વધુ સજાગ બંને અને માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગને નહીં અનુસરનારા પ્રત્યે વધુ કડકાઈ દાખવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...