તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંડે પોઝિટિવ:પાંડરવાડાના યુવાને જિલ્લાની 82 મહિલાઓ અને 16 પુરુષોને સહાય કરતા સન્માન કરાયું

ખાનપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
હાર્દિક પંચાલની સેવાકીય કામગીરી બદલ કેટલીક સંસ્થાઓ દ્ધારા સન્માન કર્યુ. - Divya Bhaskar
હાર્દિક પંચાલની સેવાકીય કામગીરી બદલ કેટલીક સંસ્થાઓ દ્ધારા સન્માન કર્યુ.
 • મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ સહિત જિલ્લામાં યુવાનનું સેવાકાર્ય

હાલના યુવાનો ફેશનની અને મોજ મસ્તીમાં જીંદગી જીવી રહ્યા છે ત્યારે ખાનપુરના પાંડરવાડા ગામનો હાર્દિક પંચાલ વ્યવસાયે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ સાથે કોઈ પણ સમયે ફોન આવતા કે કોઇ ઘટનાના સમાચાર સાંભળતા લોકોની મદદે પહોંચી જાય છે. પોતાનું જીવન તેમણે સેવા માટે સમર્પિત કર્યું હોય એમ ગમે ત્યારે તેઓ મદદ કરવા તૈયાર રહે છે. અત્યાર સુધીમાં રસ્તે રઝળતી મહિલાઓ, બાળકો, વૃદ્ધઓ કોઈ પણ હોય મગજથી અસ્થિર હોય કે નિરાધાર હોય આ યુવાન દ્વારા મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ સહિત જિલ્લાઓની 82 જેટલી મહિલાઓ સહિત 16 જેટલા પુરુષોની સહાય કરી ચુક્યો છે. અને નિરાધારોને કોઈક સંસ્થામાં, આશ્રમમાં અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક નિરાધારોનો આધાર આ યુવાન બન્યો છે. અને નિરાધારોને પોતાના ઘરે પણ પહોંચાડી ખરી સેવાનું કામ કર્યું છે.

તથા માર્ગ અકસ્માતની ઘટનાઓમાં પણ 160 જેટલી વ્યક્તિઓની મદદ કરી છે. હાર્દિક પંચાલ ઘરેથી બહાર નીકળતા સમયે કે ઘરે આવતી વેળાએ લોક સેવા માટે તત્પર હોય છે. લોકડાઉનના સમય ગાળા દરમ્યાન અંતરિયાળ ગામડાઓમાં જઈ રાશન, શાકભાજી, જરૂરિયાતમંદો સુધી પોંહચાડેલ તેમજ કેટલાય પરિવારોને રસ્તામાં ચા, નાસ્તો, જમવા સુધીની સગવડ તેમજ રસ્તે રઝળતા મુસાફરોને વાહનોની સગવડ કરી આપી રઝળતા મુસાફરોને માદરે વતન પહોંચાડવાની મદદ કરી હતી. સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો