તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:ભાદર નદીમાં કચરો ઠાલવતા સૌંદર્ય છીનવાયું

ખાનપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ખાનપુરની ભાદર નદીમા કચરો નાખવામાં આવતા નદી ગંદકીથી ખદબદી રહી છે - Divya Bhaskar
ખાનપુરની ભાદર નદીમા કચરો નાખવામાં આવતા નદી ગંદકીથી ખદબદી રહી છે
 • તંત્ર દ્વારા ખાનપુરની નદીમાં ગંદકી કરતા લોકો સામે કાર્યવાહી કરવાની માગ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન અને નદીઅોની સફાઈ અભિયાન ઉપર જોર આપી રહ્યાં છે ત્યારે ખાનપુર માંથી પસાર થતી ભાદર નદીમાં ચોમાસામાં ખળખળ પાણી વહેતા સુંદરતામાં વધારો થયો છે. પરંતુ ક્યાંકને ક્યાંક લોકોએ નાખેલો કચરો અને પધરાવેલા સામાન સહિતની વસ્તુઓને પગલે નદીની સુંદરમાં ઘટાડો થાય છે. બ્રીજની નીચે પાણીમાં અને આસપાસ પૂજાની સામગ્રી, સડેલા શાકભાજી, ફળ, નાસ્તો કરી નાખી દેવામાં આવેલી ડિસો તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક ની થેલીઓ, આસોપાલવના તોરણ, ફૂલોના હાર જોવા મળી રહ્યો છે.

જ્યારે કેટલાક ભણેલા ગણેલા લોકો ગાડીઓમાં આવીને પ્લાસ્ટિકની બેગો ભરીને કચરો નાખી જતાં વધતી જતી ગંદકીને કારણે ભાદર નદીનું સૌંદર્ય છીનવાઈ રહ્યું છે. કચરો નાખી નદીઓ સ્વચ્છ અને સુંદર ની જગ્યાએ ઉકેડો બનાવવામાં આવી રહ્યો છે. જો જવાબદાર અધિકારીઓ દ્ધારા આવા માણસોને યોગ્ય શિક્ષા કરવામાં અાવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો