કોરોના વાઈરસ:ફેફસાની તકલીફથી પીડાતો ખાનપુરનો યુવાન કોરોનાને માત આપી ઘરે આવ્યો

ખાનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવકની સારવાર દરમ્યાન પરિવાર 21 દિવસ ગાડીને પોતાનું ઘર બનાવી રહ્યો હતો
  • સંસ્થાઓ તરફથી મળતુ જમવાનું જમતા અને યુવક વહેલો સાજો થાય તેવી પરિવાર પ્રાર્થના કરતો હતો

હાલ કોરોના વાયરસને કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે મહીસાગર જીલ્લાના ખાનપુર ગામમાં રહેતા ખાંટ મુકેશભાઈ અજમલભાઈને  ફેફસાની તકલીફને કારણે છેલ્લા 3 મહિનાથી પીડાતો હતો અને દવા કરાવવા માતા,પિતા અલગ અલગ દવાખાને સારવાર કરાવવા લઈ જતા હતા. પરંતુ તબિયતમા કોઈ સુધારો જણાતો ન હતો.

તા. 2 મેના રોજ  મોડાસા સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે તેના માતા,પિતા તથા ભાઈ  3 જણા પ્રાઇવેટ વાહનમાં લઈ ગયા હતા પણ ત્યાંથી તેઓને વધુ સારવાર માટે હિંમતનગર સીવીલ હોસ્પિટલમા મોકલવામાં આવ્યા હતા.જ્યા તેની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. જ્યા તેને કોરોના રીપોર્ટ કઢાવવામાં આવતા  રિપોર્ટ પોઝેટીવ આવતા ફેફસાની બિમારી સાથે કોરોનાની બિમારી સાંભળતા પરિવારના સભ્યો પડી ભાગ્યા હતા. ખાનપુર આરોગ્ય વિભાગ દ્વારા પરિવારના સભ્યોને પરત ખાનપુર આવવા જણાવ્યુ પરંતુ પરિવારે મુકેશની સારવાર કરાવી તેને સાજો કરીને જ  ઘરે પરત  ફરીશુ તેને એકલો મૂકી અમે આવીએ નહી.

બીજી તરફ લોકડાઉન હોવાથી રહેવા તથા જમવાની કોઇ સગવડ ન મળતા જે વાહનમાં મુકેશને સારવાર માટે લઇને ગયા હતા તે વાહનમાં હિંમતનગર સીવીલ હોસ્પિટલના ગેટ આગળ  21 દિવસ રહ્યા અને સેવા ભાવી સંસ્થાઓ તરફથી જે જમવાનું આપવામાં આવતું એ જમી માતા,પિતા સતત વ્હાલસોયા પુત્રની સાજા થવાની પ્રાર્થના કરતા હતા. અને ભગવાને પણ પરિવારની પ્રાર્થના સાંભળી હોય તેમ મુકેશે કોરોનાને મ્હાત આપી હોવાનું ર્ડોક્ટરે જણાવતા પરિવારની ખુશીનો પાર રહ્યો ન હતો. પરંતુ હાલ ફેફસાની બિમારીની સારવાર ચાલતી હોવાથી નળી આજે પણ લગાવેલી જ છે.

મુકેશ કોરોનાને મ્હાત આપી ખાનપુર ઘરે પરત ફરતા સૌ ગ્રામજનો આનંદીત થયા હતા. જ્યા આરોગ્ય વિભાગના ર્ડો.જયદીપસિંહ માલીવાડ તથા તેની ટીમ દ્વારા મુલાકાત લઇ પરિવારના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. તથા સરપંચ વિનુભાઈ તથા સેવાભાવી અનુપસિંહ માલીવાડ દ્ધારા જરૂર મદદ સાથે અનાજની કીટ પોહચાડી પરિવારને મદદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...