તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામજનોમાં ખુશી વ્યાપી:વીજ વિક્ષેપના પ્રશ્નોનંુ નિરાકરણ લાવવા મહીસાગર કલેક્ટર પાંડરવાડાની મુલાકાતે

ખાનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • MGVCL કર્મીઓએ ત્વરિત કામગીરી કરી

મહીસાગર જિલ્લાના ગ્રામજનોના પ્રશ્નો અને સમસ્‍યાઓનું સ્‍થળ ઉપર નિરાકરણ આવી શકે તે માટે જિલ્‍લા કલેક્ટર ડૉ. મનિષ કુમાર જિલ્‍લાના વિવિધ ગામોની સ્‍થળ મુલાકાત લેતાં હોય છે. આ મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે સંવાદ કરી જિલ્‍લા-તાલુકાના અમલીકરણ અધિકારીઓને સ્‍થળ ઉપર નિકાલ થવા પાત્ર પ્રશ્નો અને સમસ્‍યાઓનું નિરાકરણ લાવવામાં આવતું હોય છે.

તાજેતરમાં મહીસાગર જિલ્લા કલેક્ટરે પાંડરવાડા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્‍ય જીજ્ઞેશભાઇ સેવક પણ હાજર રહ્યા હતા. ત્યારે પુન: એકવાર વીજલાઇનના બાકી રહેલ કામ સંદર્ભે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે બાકોર પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેરને માહિતી મળતા તાત્કાલિક સ્થળ ઉપર હાજર રહી પડતર પ્રશ્ન બાબતે કાર્યપાલક ઇજનેરના પરામર્શમાં રહી મોજણી કરી હતી.

મોજણી દરમિયાન જણાયું હતું કે આ પડતર પ્રશ્નનો નિકાલ પાંડરવાડા ગામના છેવાડાના ટ્રાન્સફોર્મરને ગામની નજીક દૂધ મંડળી પાસે આવેલ ટ્રાન્સફોર્મર પાસે જગ્યા ફેર કરી સરળતાથી નિવારણ લાવી શકાય છે. આ મોજણીમાં સરપંચ, પંચાયતના સભ્યો અને ગ્રામજનો પણ હાજર હતા પરંતુ ટ્રાન્સફોર્મર માટે યોગ્ય જગ્યા બાબતે એક મત ન થતાં કોઈ નિકાલ આવ્યો ન હતો. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં આ અંગે પુન: તાજેતરમાં પાંડરવાડા ગ્રામ પંચાયત કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સરપંચ, પંચાયતના સભ્યો તથા ગામના અગ્રણીઓની સાથે બેઠક યોજી સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું હતું.

જેના અનુસંધાને સર્વાનુમતે નક્કી કરેલ જગ્યાએ ગામની છેવાડાના ટ્રાન્સફોર્મરને દૂધ મંડળી વાળા ટ્રાન્સફોર્મરને નજીક લાવવા માટેની મંજૂરી લઈ રૂા.1,48,778ના ખર્ચે સત્વરે પૂર્ણ કરી દેવામાં આવતાં પાંડરવાડા ગ્રામજનોનો ઘણા સમયથી પડતર પ્રશ્નનો નિકાલ આવતાં ખુશીની લહેર પ્રસરાઇ જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...