કોરોના વાઈરસ:લીમડીયા, ટાંકનાભેવાડા, ખાતુડામોરની મુવાડીને કન્ટનમેન્ટ એરિયા જાહેર કર્યો

ખાનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફળિયાઓમાંથી અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો

ખાનપુર તાલુકાના લીમડીયા, ટાંકનાભેવાડા, ખાતુડામોરની મુવાડી ગામમાં નોવેલ કોરોના વાયરસના પોઝીટીવ કેસ મળતા તથા કોરોનાને ધ્યાને લેતાં કલેક્ટર  આર.બી. બારડે લોકોની અવર - જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. લીમડીયામાં દરજી, જુના વણકર, સુથાર, વાણીયાવાળી, પટેલ તમામ ફળિયા, ટાંકનાભેવાડના આંગણવાડી ફળીયાને, ખાતુડામોરની મુવાડીમાં નિશાળ ફળિયાને  કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કર્યો છે, જેથી અવર - જવર પર પ્રતિબંધ મૂકી થર્મલ સ્ક્રીનીંગ કરાશે, મુખ્ય માર્ગો પર બંદોબસ્ત ગોઠવશે, આવશ્યક સેવાઓ અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવાન જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કર્યુ છે.

લીમડીયામાં ચમાર ફળિયું, સરપંચ ફળિયું, આંગણવાડી ફળિયું, ડેરી ફળિયું, પ્રજાપતિ ફળિયું, ટાંકનાભેવાડામાં સમાવિષ્ટ નિશાળ ફળિયું, ખાતુડામોરની મુવાડીમાં રાવત ફળિયું, ડામોર ફળિયું, તલાવ ફળીયાના વિસ્તારને બફર જોન તરીકે જાહેર કરી હદને સીલ કરી છે. પુરવઠા સંબંધિત અવર - જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખશે. આવશ્યકચીજ વસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે 8 થી 3 સુધી મુક્તિ આપી છે. જાહેરનામુ 27 મેથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલી રહેશે.

અન્ય સમાચારો પણ છે...