તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયો વાયરલ:ખાનપુરના મામલતદારે કલેશ્વરીનો અર્ધ બળેલ મૃતદેહનો વાયરલ વીડિયો જોતાં તંત્રને દોડતુ કર્યું

ખાનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના સરપંચ, તલાટી, સંચાલક, શાળાના શિક્ષકોને કામગીરી સોંપી

કોરોના પહેલા દેગામડાનું સ્મશાનમાં અગ્નિસંસ્કારની કામગીરી ચાલતી હતી. પરંતુ કોરોનાની બીજી લહેરમાં દેગામડાનું સ્મશાન બંધ કરી દેવાયું હતું. જેથી લોકો કલેશ્વરીનાં સ્મશાનગૃહ તરફ વળ્યા અને અગ્નિ સંસ્કાર કરીને જતા રહેતા હતા. લાકડાઓના અભાવના કારણે અર્ધ બળેલ મૃતદેહને કુતરા તથા પક્ષીઅો ખેચતા હોવાનો વીડીયો વાયરલ થયો હતો. અા વાયરલ વીડીયો ખાનપુર તાલુકાના મામલતદાર હરેશભાઈ મકવાણાના ધ્યાને અાવતા તાત્કાલીક દેગામડા તેમજ લવાણાના સરપંચને બોલાવ્યા હતા.

જ્યા તેઅોઅે જણાવ્યુ કે લોકો સુનિશ્ચિત જગ્યાએ નહી પણ મનફાવે ત્યા મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરતા હતા. જેને કારણે દેગામડા ખાતેનું સ્મશાન બંધ કરી દેવામાં અાવ્યુ હોવાનું જણાવ્યુ હતુ. ત્યાર બાદ લોકો કલેશ્વરી સ્મશાન ગૃહ તરફ વળ્યા પણ ત્યાં પણ અાજ પરિસ્થિતિ સર્જાઇ હતી. અા અંગે મામલતદારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઅે સૂકા લાકડાઓની વ્યવસ્થા કરી બને સ્મશાનમાં પહોચતા કરાવવા જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...