તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બનાસકાંઠાના થરાદના લવાણા ગામમાં અભણ,ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી અને અંધશ્રદ્ધામાં માનતા પિતા ભીલ થાનાભાઇ ત્રિકમભાઈ તથા માતા ભીલ ધનીબેન થાનાભાઇનો પુત્ર હરેશ મકવાણા જે હાલ ખાનપુર તાલુકાના મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમને પણ સખત પરિશ્રમ કરી આ હોદ્દો પ્રાપ્ત કર્યો છે. અજ્ઞાનતામા પિતા દારૂના વ્યસની, ઝઘડા સિવાય કઈ ઘરકામ કરતા નહિ, માતાને દમની બિમારીને કારણે ખેતીનું કામ થઇ શકે નહિ. ઘર કામમાં તેમજ ખેતીના કામમાં મદદરૂપ થાય તેવા વિચારે માતા પિતાએ હરેશ મકવાણાને ધોરણ 7 પછી શાળામાંથી ઉઠાડી લેવામાં આવ્યો હતા.
બે બહેનો તથા ભાઇના પણ લગ્ન પણ કરી દીધા હતા. લગ્ન કરીને દેવું પણ વધી ગયુ હતું. બીજાના બોરવેલમાંથી પાણી પોતાના ખેતરમાં લાવવાનું. શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રે ખેતરમાં પાણી વાળવાનું અને સવારે ફરી બીજા કામમાં જોતરાઈ જવાનુ. ખેતીમાંથી મળેલી આવકમાંથી માંડ વ્યાજ ચુકવાતું મૂડી એમજ ઉભી રહેતી.
તે જોતા હરેશભાઇએ નક્કી કર્યું કે પારકા પાણીયે વેઠ કરવી એના કરતા તો ભણી ગણીને આગળ વધવું તે સારુ તેમ વિચારી અને ફરી ગામની શાળામાં વધુ અભ્યાસ માટે જોડાઈ ગયા અને ખેતી તરફ પણ થોડુ ધ્યાન આપ્યું પાકની કાપણી તથા લણણી વખતે શાળામાં જવાતુ નહિ પણ વર્ગમાં પ્રથમ કે બીજો નંબર આવતો જેથી શિક્ષકો પણ રજા પાડતા તે ચલાવી લેતા. ઘરમાં વીજ કનેક્શન ન હોવાથી કેરોસીનના દીવડાથી તેઓ વાંચતા. એસ.એસ.સી.માં 76.43 ટકા મેળવી શાળાઓમાં તથા સમાજમાં પ્રથમ આવ્યો હતો.
વધુ અભ્યાસ માટે થરાદની ગાયત્રી વિદ્યાલયમાં ભણ્યા ધો.12ના અભ્યાસ દરમિયાન હરેશભાઇના લગ્ન અભણ કન્યા ગોમતીબેન સાથે કરાવી દીધા હતા. તેમ છતાં ધો.12 સાયન્સમાં 62 ટકા મેળવ્યા હતા. ત્યારબાદ વધુ અભ્યાસ કરી 78 ટકા સાથે M.Pharm પાસ કરી કચ્છમાં રાપરના પલાસવાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ફાર્માસીસ્ટ તરીકે અને ત્યારબાદ ભુજ જી. કે. જનરલ હોસ્પિટલમાં દોઢ વર્ષ ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવી હતી. ત્યાર બાદ GPSC-UPSCની તૈયારી થઇ શકે તે હેતુથી નોકરી છોડી દીધી હતી.
આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમના મિત્ર ડૉ. નવીનભાઈ ચૌધરી અને વકીલ રત્નાભાઈ પટેલ તેમને દર મહિને રૂા.5000ની મદદ કરતા અને સ્પીપામાંથી દર મહિને રૂા.1500નું સ્ટાઈપેન્ડ મળી રહેતું હતું. તેઓને પરીક્ષા પાસ કરવા અન્ય મિત્રો સતત પ્રોત્સાહન અને પ્રેરણા આપતા હતા. તથા તેમની અથાગ મહેનતથી તેઓ વર્ષ 2018માં પ્રથમ પ્રયત્ને GPSC પરીક્ષા પાસ કરતા છોટાઉદેપુર ખાતેની આશ્રમ શાળા અધિકારી તરીકે તેમનું પોસ્ટિંગ થયું હતું.
ત્યારબાદ ફરી 2019 GPSCની પરીક્ષા આપી જેમાં એસટી કેટેગરીમાં સેકન્ડ રેન્કથી પાસ થતા ડેપ્યુટી કલેક્ટર તરીકે મહીસાગર ખાતે તેઓનું પોસ્ટિંગ કરાયું હતું. અને હાલ ખાનપુર મામલતદાર તરીકે સેવા આપી પુત્રી જીનલ, પુત્ર સાહીલ તથા પરિવાર સાથે આનંદથી રહે છે.
સામાજિક પ્રસંગો અને સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, વોટ્સઅપ બંધ કરવા
હાલ GPSC -UPSCની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સક્સેસ ફોર્મ્યુલા આપતા જણાવે છે કે ગ્રૂપ ડિસ્કશન વધુ પડતું કરવું જે વિષય રૂચિવાળા હોય તેજ વાંચવા, કંટાળો આવે તેવા વિષય બદલી નાખવા. વાંચવાનો સમય નિર્ધારિત કરવો. સામાજિક પ્રસંગો અને સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, વોટ્સઅપ બંધ કરી નાખવા, કેટલું વાંચો છો એ મહત્વનું નથી પણ એમાંથી કેટલું યાદ રહે છે. અને કોન્સેપટ ક્લિયર કરવા. વ્યવસ્થિત તૈયારી હશે તો તમને પણ સફળતા મળશે.-હરેશ મકવાણા, ડેપ્યુટી કલેક્ટર મહીસાગર, મામલતદાર, ખાનપુર.
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.