તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:મહીસાગરમાં 614 ઉમેદવારો વચ્ચે જંગ, જિલ્લા પંચાયતની બેઠકો માટે 69 ફોર્મ ભરાયા

ખાનપુર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તા. પં.ની બેઠકો પર 545 ફોર્મ ભરાયા

મહિસાગર જિલ્લો બન્યા બાદ વર્ષ 2015માં પ્રથમ વખત 28 જીલ્લા પંચાયતમાં લુણાવાડા તાલુકામાં 4 ખાનપુરમાં 1 વીરપુરમાં 2 કડાણા 2 સંતરામપુરમાં 6 બાલાસિનોર તાલુકામાં 1 મળી જીલ્લા પંચાયતની કુલ 16 સીટમાં કોંગ્રેસ વિજય થતા જીલ્લામાં પ્રથમ શાસન માટે કોંગ્રેસ ને તક મળી હતી. જોકે ત્યાર બાદ અઢી વર્ષ પૂર્ણ થતાં કોંગ્રેસના 4 જીલ્લા પંચાયત સભ્ય ભાજપમાં જોડાઇ જતા ભાજપએ સતા મેળવી હતી. જ્યારે પાંચ વર્ષ બાદ પુન: સ્થાનિક સ્વારાજની ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે 28 જીલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતની 126 સીટ પર ચુંટણી જંગ છેડાઇ ચુક્યો છે.

જેમા ભાજપ, કોંગ્રેસ, બિટીપી આપ અને અપક્ષ ઉમેદવારોઅે પોતાની ઉમેદવારી નોંધાવી પોતાનું કિસ્મત અજમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઈ ઉદ્યોગ ન હોવાના કારણે આજે પણ જીલ્લાના રહીશો પશુ પાલન અને ખેતી પર જ નિર્ભર છે. જોકે કડાણા ડેમ અને ભાદર ડેમના કારણે લુણાવાડા તેમજ ખાનપુર વીરપુર અને બાલાસિનોર તાલુકામાં સિંચાયની સુવિધા મળે છે. કડાણા તેમજ ખાનપુરના રહીશો માટે જાતિના પ્રમાણ પત્રની સમસ્યા યથાવત છે.

જિ. પં.ની 28 બેઠકો માટે 123 ફોર્મ ભરાયા
લુણાવાડા : 7 બેઠકો માટે ભાજપા-7, કોગ્રેસ - 7 તથા અપક્ષ - 1
ખાનપુર : 3 બેઠકો માટે ભાજપા- 3, કોગ્રસ - 3 તથા અાપ -1
સંતરામપુર : 8 બેઠકો માટે ભાજપા- 8, કોગ્રેસ - 8 તથા અપક્ષ - 5
કડાણા : 4 બેઠકો માટે ભાજપા - 4, કોગ્રેસ - 4, અાપ - 1, અપક્ષ - 2
બાલાસીનોર : 3 બેઠકો માટે ભાજપા - 3 તથા કોગ્રેસ- 3
વિરપુર : 3 બેઠકો માટે ભાજપા - 3, કોગ્રેસ - 3, અપક્ષ - 1

તા. પં.ની 126 બેઠકો પર 545 ફોર્મ ભરાયા
મહિસાગર તાલુકા પંચાયતની કડાણાની 20 બેઠકો માટે 105, સંતરામપુરની 28 બેઠકો માટે 119, ખાનપુર તાલુકાની 16 બેઠકો માટે 67, લુણાવાડા તાલુકાની 26 બેઠકો માટે 105, બાલાસિનોર તાલુકાની 18 બેઠકો માટે 75 તથા વીરપુર તાલુકાની 18 બેઠકો માટે 74 ફોર્મ સામથે કુલ 545 ફોર્મ ભરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો