તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:મહીસાગર જિલ્લાની અલગ-અલગ મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિને પ્રોત્સાહન ઇનામ અપાયાં

ખાનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહીસાગરના 100થી વધુ ગામોમાં 50 હજારથી વધુ ઘરોમાં જોડાણ આપ્યા
 • 200 કરતાં પણ વધુ યોજનાઓ દ્વારા પીવાના પાણી માટેની સમસ્યાઓનું નિરાકરણ કરાયું

જળ જીવન મિશન (JJM) અંતર્ગત ગુજરાત ગ્રામીણ ગ્રામ્ય પાણી સમિતિઓને મહીસાગર જિલ્લા કલેક્ટર અને મહીસાગર જિલ્લા યુનિટ મેનેજર દ્વારા મહીસાગર જિલ્લાની અલગ અલગ પાણી સમિતિઓને મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના વર્ષ 2021 અંતર્ગત ગામોમાં પીવાના પાણી માટે સુજારું આયોજન કરવાના ભાગ રૂપે મહીસાગર જિલ્લાની મહિલાઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું હતું.

ગુજરાત કે જે પ્રાથમિક રીતે પાણીની તંગી ધરાવતું રાજ્ય છે, તેણે અત્યાર સુધી આ સંકટ સામે ખૂબ વ્યુહાત્મક પહોંચ અપનાવી છે. રાજ્ય પાસે પીવાના પાણીના જથ્થાના વ્યવસ્થાપનમાં પહેલેથી જ સારું સામુદાયિક સંકલન થઈ શકે તેવા ઉમદા હેતુ મહીસાગર જિલ્લા કલેક્ટર અને વાસ્મો યોજનાના અધિકારીઓ દ્ધારા મહીસાગર જિલ્લાની મહિલાઓને સરાહનીય કામગીરી બદલ પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું હતું. કોવિડ-19 મહામારીની વર્તમાન સ્થિતિના કારણે પાણી તમામની માટે ઉપલબ્ધ કરવું જરૂરી છે કે જેની માટે ભારત સરકાર દ્વારા રાજ્યોને પાણીના પુરવઠાને લગતા કાર્યોને પ્રાથમિકતાના ધોરણ પર હાથમાં લેવા જણાવવામાં આવ્યું છે.

આવનારા સમયમાં ગ્રામ પંચાયતો અને ગામડાઓ દ્વારા ગ્રામીણ પરિવારોની અંદર પારિવારિક નળ ઉપલબ્ધ કરવામાં આવે તે બાબતની ખાતરી કરવા માટે એક વ્યવસ્થિત આયોજન પણ કરવામાં આવ્યું છે. જેથી પરિવારના આંગણામાં નળ દ્ધારા પાણી મળી રહેશે. મહીસાગર જિલ્લાના 733 પૈકી 100થી વધુ ગામોમાં પીવાના પાણી માટેની અલગ અલગ 200 કરતા પણ વધુ યોજનાઓ દ્વારા 50 હજારથી પણ વધુ ઘર જોડાણ આપી પીવાના પાણી માટેની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો