તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ઇસરોડ ગામમાં અસ્થિર મગજનો યુવાન વીજ ડીપી પર ચઢતાં દાઝ્યો

ખાનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગામજનોએ યુવકને ડીપી પરથી ઉતારી સારવારમાં ખસેડ્યો

ખાનપુર તાલુકાના ઈસરોડા ગામનો માનસિક અસ્થિર યુવક વીજ કંપનીની ડીપી પર ચડી ગયો હતો. સદનસીબે કોઈ જાન હાની બનવા પામી નથી પણ માનસિક અસ્થિર યુવક તલાર સોમાભાઈ ભુરાભાઈના એક પગમાં ઇજા થઇ હતી. તેમજ હાથની આંગળીઓ દાઝી ગઇ હતી. છેલ્લા કેટલાય મહિનાથી માનસિક અસ્થિરયુવક રસ્તે ભટ્કયા કરતો હતો. ઘરના સભ્યો કામથી બહાર ગયા કે તુરંત માનસિક અસ્થિર યુવક કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો અને વીજ કંપનીની ડીપી પર તે ચઢતા તેને કરંટ લાગ્યો હતો. જેમાં તેના પગની પાની ફાટી ગઈ તેમજ હાથની ચાર આંગળીઓ પર દાઝી ગયો હતો. ડીપી પર ચડી ગયો ત્યારબાદ આજુબાજુના ખેતરમાં મજૂરી કરતા તેના ગામના ગ્રામજનો દ્ધારા જ તેમનો બચાવ કરવામાં આવ્યો હતો.

ગુજરાત વીજ કંપનીના માણસો આવે પહેલા જ તેઓને ડીપી પરથી ઉતારી લેવામાં આવ્યા હતા. હાથ અને પગના ભાગે ઈજા જોઈ તાત્કાલિક ખાનગી વાહન કરી મોડાસા ખાતે લઈ જવામાં આવ્યા હતા. હાલ જે સ્વસ્થ છે. અરવલ્લી જિલ્લામાં જેમ વીજ કંપનીની ડીપીઓ ને લોખંડની જાળી લગાવવામાં આવે છે એમ મહીસાગર જિલ્લામાં પણ આ ડીપીઓને જાળી લગાવામાં આવે તો ભવિષ્યમાં આવા બનાવો ફરી બને નંહી તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો