આદેશ:ભુવાબારના ચાર શખ્સને કોર્ટે 6 માસની કેદ ફટકારી, 5 વર્ષ પહેલા જમીન મુદ્દે મારામારી થઇ હતી

ખાનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુવાબાર ગામે ફરિયાદી ગીતાબેન જમીન સાફ કરતા હતા. તે સમયે રામભાઈ ડાભી, ભૂરાભાઈ ડાભી, સુફરાભાઈ ડાભી તથા સરતનભાઇ ડાભીએ ફરિયાદી બેન સાથે ઝગડો કરી માર મારેલ તથા કુહાડીના હાથાના ગોદા મારેલા હતા. તેમજ પેટ અને સાથળના ભાગે માર મારેલ તેમજ ગાળો બોલ્યા હતા. આ અંગે ગીતાબેને ફરિયાદ આપતાં બાકોર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસણી અંતે બાકોર પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ જ્યુ. મેજિ. ફસ્ટ ક્લાસ કે. એલ. નાડીયાની કોર્ટમાં ચાલ્યો હતો.

જેમાં ફરિયાદીના વકીલ જયેશભાઈ ડોડીયાની દલીલો અને પુરાવાઓને રજૂ કર્યા હતા. ત્યારબાદ સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓને ગુનામાં તકસીર વાન ઠેરવીને છ માસની સાદી કેદની સજા અને રૂપિયા 1000નો દંડ કરેલ હતો.

અન્ય સમાચારો પણ છે...