ખેડૂતો કેનાલ પર નિર્ભર:ભાદર ડેમની કેનાલની સાફસફાઇ કર્યા વગર પાણી ચાલુ કરાતાં પુનઃ ભંગાણના ભણકારાં

ખાનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરને કેનાલની સફાઇની કામગીરી આપવામાં આવી છે: ખાનપુર, વીરપુરના ખેડૂતો આ કેનાલ પર નિર્ભર

ભાદર ડેમમાંથી પસાર થતી ભાદર સિંચાઈ યોજના અંતર્ગત ખાનપુર, વીરપુર એમ અલગ અલગ તાલુકાના આશરે 3000 ઉપરાંત ખેડૂતો આ કેનાલ પર આત્મ નિર્ભર છે. જયારે આ કેનાલમા ચોમાસા દરમ્યાન પડેલી માટી અને ઊગી નીકળેલ બિનજરૂરી ઘાસચારો, પથ્થરો આ તમામ વસ્તુઓ જયારે ભાદર ડેમ સિંચાઈ વિભાગ પાણી છોડે ત્યારે અવરોધ રૂપના નીવડે તેવા શુભ આશયથી કેનાલમાંથી સિલ્ડ કાઢવાની કામગીરી 0 થી લઈ 40 કિલોમીટર કોન્ટ્રાક્ટરને આપવામાં આવી. પણ વર્ષો વર્ષ આ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવતી હોઈ આ વખતે જ માનીતા કોટ્રેક્ટરને વાર્ષિક ભાવો મુજબ કોન્ટ્રાકટ આપી અપાવી મોટા પ્રમાણમાં ભ્રસ્ટાચાર કરવામાં આવ્યા હોવાની લોક ચર્ચાએ ખાનપુર તાલુકામાં જોર પકડ્યું છે.

ઓનલાઈનના કર્યાનો પણ બિચારા ખેડૂતોનો વિરોધ નથી. ખેડૂતોનો વિરોધ તો અધૂરી કામગીરીને લઈને છે. કોન્ટ્રાકટર મુજબ જે કામગીરી યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવી જોઈએ તે કામગીરી કરવામાં આવી જ નથી, તેવો સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે.

કે જેતે કોન્ટ્રાક્ટર દ્ધારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવી નથી. કેનાલમાંથી સિલ્ટ ખસેડવામાં આવ્યું નથી અને જેના કારણે એક વાર ખેડૂતોને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. જયારે અધિકારીઓ દ્ધારા આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેવાની જગ્યાએ અધૂરી કામગીરી વાળી કેનાલમાં ફરી પાણી છોડવામાં આવતા આ કેનાલ ફરી તૂટશે તો જવબદાર કોણ હાલ આ એક પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...