તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:પાંડરવાડા ખાતે તલાટી હાજર નહીં રહેતા હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદ

ખાનપુર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાંડરવાડા પંચાયતમા તલાટી હાજર ન રહેતા પંચાયતમા તાળા લટકતા નજરે પડે છે - Divya Bhaskar
પાંડરવાડા પંચાયતમા તલાટી હાજર ન રહેતા પંચાયતમા તાળા લટકતા નજરે પડે છે

પાંડરવાડા સહિતની પંચાયતોમાં ગુલ્લેબાજ તલાટીથી ગ્રામજનો હેરાન પરેશાન હોવાની રાવ ઉઠી છે. પાંડરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આશરે 5 ગામોનો સમાવેશ કરેલ હોવાથી પંચાયતના કામ અર્થે આવતા હોય છે. પરંતુ પંચાયતમાં તલાટી હાજર ન રહેતા તથા પંચાયત પર તાળા જોઈ લોકોને વિલાયેલા મોઢે પાછુ વળવું પડતું હોય છે.

લોકોના સમય સાથે પૈસાનો વ્યર્થ વ્યય થતો હોય છે. જો કોઇ ગ્રામજનો તલાટીને ટેલિફોનિક વાત કરે તો તેઓ મીટીંગમાં વ્યસ્ત હોવાનું જણાવે છે. મીટીંગ બાદ તલાટી પંચાયતમાં અાવશે. લોકો તલાટીની રાહ જોઇ થાકીને પરત જતા રહે છે. ગુલ્લેબાજ તલાટીઓની ઓચિંતી તપાસ કરવામાં આવે તો તલાટીઓની સાચી હકીકત સામે આવે તેમ છે.

લોકો તલાટીની રાહ જોઈ બેસી રહે છે
પંચાયતમાં તલાટી છેલ્લા 14 પંદર દિવસથી આવતા જ નથી. આવેતો અઠવાડિયામા એકવાર પાંચ દસ મિનીટ માટે જ આવે છે. હમણાં સ્કૂલો ચાલુ થઈ છે તો આવકના દાખલા જાતિ અંગેના દાખલા માટે મારા જેવા કેટલાય આસપાસના ગામના લોકો આખો દિવસ તલાટીની રાહ જોઈ બેસી રહેતા હોય છે.- અખ્તરહુસેન નજીમભાઈ , સ્થાનિક ગ્રામજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો