તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:બાકોર સા. આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ

ખાનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીના પડકાર માટે અનેક પરિણામલક્ષી પગલા લીધા છે. તેના પગલે ‘કોરોના’ની અસર ક્રમશ: ઓછી થઈ રહી છે. રાજ્ય સરકારે અગમચેતીના પગલા રૂપે ‘કોરોના’ની સંભવિત ત્રીજી લહેર માટે પણ પુરતી સજ્જતા-તૈયારી કેળવી છે. કોરોનાની સંભવીત ત્રીજી લહેરને પહોંચી વળવા 83 લીટર પ્રતિ મીનીટ ઓકસીજનનું ઉત્પાદન કરી શકે તેવો પ્લાન્ટ મહીસાગર જિલ્લાના બાકોર સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સફળતા પૂર્વક ઇન્સ્ટોલ કરી દેવાયો છે.

આ પ્લાન્ટનું ગુરુવારે જિલ્લા કલેક્ટર ડૉ.મનીષકુમાર, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણીની ઉપસ્થિતિમાં ખૂલ્લો મુકી કાર્યરત કરાયો છે. ધારાસભ્ય સેવકે જણાવ્યું હતું કે, અત્યાર સુધી હોસ્પિટલોમાં પુરતા બેડ, વેન્ટિલેટર બેડ, ઓક્સિજન, રેમડેસિવીર ઈન્જેક્શન વિતરણ અને વ્યાપક રસીકરણ જેવા પગલાઓના પરિણામે કોરોના પર મહદાંશે નિયંત્રણ મેળવી શકાયુ છે. સાથે સાથે ‘મારૂ ગામ, કોરોના મૂક્ત ગામ’ જેવા સામાજિક અભિયાનનો પણ મોટો ફાળો રહ્યો છે.

ત્યારે આ અભિયાન અતર્ગત રાજ્યમાં સમગ્રતયા ગ્રામ્ય કક્ષાએ ઉભુ થયેલું ‘હેલ્થ ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર’ સંભવિત ત્રીજી લહેરની ઘાતક અસરોને ખાળી શકશે. સાથે સાથે જો ત્રીજી લહેરની પરિસ્થિતી ઉભી થાય તો હોસ્પિટલોમાં પુરતા બેડ, ઓક્સિજનની ઉપલબ્ધિ માટે વધુ ઓક્સિજન પ્લાન્ટ કાર્યાન્વિત કરવા પણ આયોજન કરી દેવાયું છે. અંતમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...