આક્ષેપ:કારંટામાં બનેલા રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ કરાતી હોવાનો આક્ષેપ

ખાનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કારંટામાં બની રહેલા રોડમાં ગેરરીતિ કરાયાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ. - Divya Bhaskar
કારંટામાં બની રહેલા રોડમાં ગેરરીતિ કરાયાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ.
  • ગુણવત્તા વગર કરાતા કામની થતી લોકોમાં ચર્ચાઓ

આગામી નજીકના દિવસોમા ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે મતદારોને વિકાસના કામો દેખાડવામા આવી રહ્યા છે. કારંટા ગામમાંથી મોટાખાનપુર ગામ સુધી નવીન રસ્તો બની રહ્યો છે. ત્યારે તેમાં વેઠ ઉતાર કામ થઈ રહ્યા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. છેલ્લા કેટલાય વર્ષોથી સમારકામની રાહ જોઈ રહેલા કારંટા ગામમાં નવીન રસ્તો મંજુર કરવામાં આવતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. પરંતુ કોન્ટ્રાકટ દ્વારા કામમાં ગેરરીતી કરાતી હોવાથી ગ્રામજનોની ખુશી છીનવી લેવામાં આવી હોવાના અાક્ષેપ થઇ રહ્યા છે.

વર્ષોથી મારમતની રાહ જોઈ રહેલા આ રસ્તાને નવીન બનાવવા ગામના આગેવાનોએ સત્તાપક્ષને કેટકેટલીક ભલામણો કરી ત્યારે સત્તા પક્ષ દ્ધારા નવીન રસ્તો મંજુર થયો પણ કોન્ટ્રાક્ટર દ્ધારા નિયમો નેવે મૂકી આ નવીન રસ્તો બનાવવામાં આવી રહ્યો હોય સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ગામના જાગૃત નાગરિક દ્ધારા કોન્ટ્રાક્ટરના સુપરવાઈઝર પાસે રોડમાં વપરાતા ડામરનું ટેમ્પરેચર માપવાનું, રસ્તાનુ લેવલ તથા મટીરીયલ હલકી ગુણવત્તાનુ વાપરવામાં અાવી રહ્યુ હોવાનું કહેવામાં આવ્યું ત્યારે સુપરવાઈઝર દ્ધારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. નવીન બની રહેલા રસ્તામા રોજમદાર કર્મચારીને મુકવામાં આવ્યા હતા.

તેઓને પણ આ બાબતે કોઈ જાણકારી ના હોય તેઓ વધુ કંઈ જણાવી શક્યા ન હતા. જેને લઇને કોન્ટ્રાકટ દ્વારા રોડ બનાવવાની કામગીરીમાં ગેરરીતી કરાતી હોવાનો ગ્રામજનો દ્વારા અાક્ષેપ કરવામાં અાવી રહ્યો છે. જો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઅો દ્વારા રસ્તાની કામગીરીની તપાસ કરવામાં અાવે તો મોટા પ્રમાણમાં ક્ષતીઅો બહાર અાવે તેવુ છે.

અન્ય સમાચારો પણ છે...