સુવિધા:કડાણા તા.માં ઇરિગેશનની પદ્ધતિથી ડુંગરાળ વિસ્તારમાં પાણી પહોંચાડાશે

દિવડાકોલોની12 દિવસ પહેલા
  • કૉપી લિંક
‘ નલ સે જલ ‘ યોજનાનું ખાતમુહર્ત. - Divya Bhaskar
‘ નલ સે જલ ‘ યોજનાનું ખાતમુહર્ત.
  • 4.50 કરોડની ‘નલ સે જલ’ યોજનાનું ખાતમુહૂર્ત થયું, 6 મહિનામાં જ યોજના પૂર્ણ કરાશે

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના આદિવાસી સમાજને દિવાળી પછી સૌથી મોટી જીવન જરૂરિયાતની ભેટ મળી હતી. તાલુકાના બચકરિયા ઉત્તર ગામે 4.50 કરોડની ‌નલ સે જલ’ યોજનાનું ખાતમુહર્ત રાજ્ય મંત્રી કુબેરભાઈ ડીંડોર દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં 24 ફળીયામાં વસતા 13000 લોકોને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનામાં 2022ના અંતે એક પણ ઘર શુદ્ધ પીવાના પાણીથી વંચિત નહિ રહે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સાથે વર્ષ 202 ના અંતમાં રાજ્યના તમામ ડુંગરાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓના ઘરે પાણી પહોંચી જાય તે માટે સરકાર લિફ્ટ ઇરિગેશનની પદ્ધતિનો આશરો લઈ રહી છે.

તેમજ પાણીજન્ય રોગોથી ગુજરાતની જનતાને બચાવવા માટે દરેક ઘરે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘નલ સે જલ’ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મહીસાગર જીલ્લાના કડાણા તાલુકામાં આવેલા બચકારીયા ઉત્તર મુકામે !નલ સે જલ’ યોજનાનું ખાત મુર્હત સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર દ્વારા કરવામાં આવ્યું .જેમાં 4.50 કરોડના ખર્ચે આ યોજના મંજૂર કરવામાં આવી છે. જેમા 13000 જેટલી વસ્તી ધરાવતા બચકરીયા ગામના 24 ફળિયામાં ઘરે ઘરે શુદ્ધ પાણી મળી રહે તેમજ 6 મહિનાના ટૂંકા ગાળામાં આ યોજના પૂર્ણ કરવામાં આવશે. તદ્ઉપરાંત આગામી સમયમાં 123 સંતરામપુર વિધાનસભા સહિત સમગ્ર ગુજરાતમાં ઘરે ઘરે આ યોજના લાભ થકી શુદ્ધ પાણી પહોંચાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...