તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:મહીસાગર જિલ્લાના રાઠડા બેટ ગામે પ્રથમ વખત રસીકરણ : અધિકારીઓ નાવડીમાં બેસી પહોંચ્યા

દીવડા કોલોનીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાઠડાં બેટ ગામે પાણીના રસ્તે વેક્સિન લઇ જઈને વેકસિનેશન કરાયું. - Divya Bhaskar
રાઠડાં બેટ ગામે પાણીના રસ્તે વેક્સિન લઇ જઈને વેકસિનેશન કરાયું.
  • કલેકટર, ધારાસભ્ય સહિતના લોકો ગામમાં પહોંચ્યા, મોટાભાગના ગામજનોએ રસી લીધી

મહીસાગર જીલ્લાના કડાણા તાલુકામાં આવેલ મહીસાગર નદીના કિનારે આવેલા ગામોમાં વેક્સિનને લઈ લોકોમાં ઉભી થયેલ ગેરસમજ દૂર કરવા તેમજ છેવાડાના ગામોમાં વધુમાં વધુ વેક્સિનેશન થાય તેવા ઉમદા હેતુ એ મહીસાગર જીલ્લાના કલેક્ટર મનોજકુમાર સહિત જીલ્લા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં આગેવાનો સાથે પાણીના રસ્તે રાઠડા ગામ પહોંચતા ગામ લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.

આ ગામની વસ્તી આશરે 1400 જેટલી છે પણ એક પણ ગ્રામવાસીઓ કોરોનાની રસી મુકાવી ના હતી. ત્યારે જિલ્લા તંત્ર દ્વારા દરેક અંતરિયાળ ગામનું વ્યક્તિ વેક્સિન કરાવે તે ઉમદા હેતુ સાથે જીલ્લા ટીમ દ્વારા વિસ્તાર પુર્વક સમજ આપતા મોટી સંખ્યામાં લોકો વેક્સિનેશનમા જોડાયા હતા. ત્યારે જેનિમ સાથે ધારાસભ્ય કુબેર ભાઈની ઉપસ્થિતમાં લોકોનો આવકાર મળતા તંત્રમાં પણ હાશકારો જોવા મળ્યો હતો. આ પ્રસંગે આંગણવાડી ના બાળકોને ડ્રેસ વિતરણ પણ કરવામાં આવ્યું. ત્યારબાદ ગામમાં વૃક્ષારોપણ પણ કરવાંમાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકાના રાઠડા બેટ ગામમાં જવા આવવા માટે મહી નદીમાં બોટમાં બેસીને જઈ શકાય છે. જેમાં સરકારના અધિકારીઓ દ્વારા જળ માર્ગે જઇને પણ છેવાડાના ગામોમાં વેક્સિનેશન કરવાના પ્રયાસો સફળ થઈ રહ્યા જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...