દુર્ઘટના:કડાણામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં અમથાણી ગામના બે બાળકો ડૂબતા મોત

મહિસાગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્થાનિક તરવૈયા દ્વારા બંને બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં - Divya Bhaskar
સ્થાનિક તરવૈયા દ્વારા બંને બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં

જિલ્લાના કડાણા તાલુકાના રણકપુર ગામમાં 2 બાળકો ડેમમાં ડૂબી જવાથી તેમના મોત નીપજ્યાં છે. કણામાં સુજલામ સુફલામ કેનાલમાં ન્હાવા પડેલા બંને બાળકો ડૂબી ગયાં હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બંને બાળકોના મૃતદેહો સ્થાનિક તરવૈયા દ્વારા બહાર કાઢવામાં આવ્યાં છે. જ્યારે આ મામલે પ્રાથમિક તપાસ કરતા આ બંને બાળકો અમથાણી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...